Not Set/ સરકારે કરેલ તમામ કામ અને સહાયની વાતો લોકો સુધી આ રીતે પહોંચાડવમાં આવશે

તો ભાજપ દ્વારા ટૂંક સમયમાં ગુજરાતમાં બીજેપી એપ શરૂ કરાશે. એપમાં સરકારે કરેલ તમામ કામ અને સહાયની વાતો લોકો સુધી પહોંચાડવામાં આવશે

Top Stories Gujarat
કોરોના 2 15 સરકારે કરેલ તમામ કામ અને સહાયની વાતો લોકો સુધી આ રીતે પહોંચાડવમાં આવશે

ગાંધીનગર ભાજપના ધારાસભ્ય દળની બેઠક પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ભાજપના ૧૦૯ ધારાસભ્યો હાજર રહ્યા હતા.  યોજાયેલી ભાજપના ધારાસભ્યોની બેઠક ઘણી બધી બાબતો તરફ ઈશારા કરી રહ્યું હતું. ત્યારે બેઠક બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ નેતૃત્વમાં પરિવર્તન નહી થાય. સરકાર અને સંગઠન વચ્ચે સંકલન મજબૂત કરવા સુચના કરવામાં આવ્યું છે. કોરોના અને તાઉતે વાવાઝોડા સમયે મોદીજીએ ચિંતા કરી અને 1000 કરોડની સહાય મોકલી. કેન્દ્રએ ગુજરાતને કરેલી મદદ બદલ ધન્યવાદ  પાઠવાયા હતા. તો સાથે રા.સરકારને પણ ધન્યવાદ આપતો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તાઉતે સંદર્ભે રા.સરકારની કામગીરીનો રિપોર્ટ રજૂ કરાયો હતો. ત્રીજી લહેર અંગે રા.સરકારની તૈયારીઓ અંગે માહિતી અપાઈ હતી.

બીજેપી એપ

ધારાસભ્યોએ પોતાની કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તો ભાજપ દ્વારા ટૂંક સમયમાં ગુજરાતમાં બીજેપી એપ શરૂ કરાશે. એપમાં સરકારે કરેલ તમામ કામ અને સહાયની વાતો લોકો સુધી પહોંચાડવામાં આવશે. પ્રદેશના હોદેદારો અને તમામ ધારાસભ્યોને ટેબ્લેટ આપવામાં આવશે, જેથી સરળતાથી ધારાસભ્યો લોકો સીધી સરકાર ની કામગીરી પહોંચાડી શકાય. પ્રથમ તબક્કામાં 488 લોકોને ટેબ્લેટ અપાશે.

રાજયમાં કોરોના કેસમાં ઘટાડો નોધાઇ રહ્યો છે. તો બીજી બાજુ રાજકીય ગતિવિધિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં રાજકીય વાતાવરણમાં ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાજુ  ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ના મુખે આપના વખાણ અને પાટીદારોમાં વર્ચસ્વ ધરાવતા હોદ્દાની માંગ અને પાટીદાર  મુખ્યમંત્રીની પણ માંગ  કરી હતી.

તો બીજી બાજુ આપના સુપ્રીમો કેજરીવાલનું ગુજરાતમાં આગમન અને વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવીનું આપમાં સામેલ થવા સાથે કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરતા જ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.