Not Set/ U-19 WCમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના આ 6 ખેલાડીઓનો રહ્યો દબદબો

ન્યુઝીલેન્ડ, ન્યુઝીલેન્ડમાં રમાયેલા અંદર – ૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમે પૃથ્વી શોની કેપ્ટનસી હેઠળ ઐતિહાસિક વિજય મેળવી ચોથીવાર વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ પૂરી ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમ અપરાજય રહી છે. ત્યારે વિશ્વવિજેતા બનેલી ટીમના કેટલાક ખેલાડીઓએ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે અને જલવો બતાવ્યો છે. વર્લ્ડકપ દરમિયાન કેપ્ટન પૃથ્વી શો, ઓપનર મનજોત કાલરા, શુભમાન […]

Top Stories
U-19 WCમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના આ 6 ખેલાડીઓનો રહ્યો દબદબો

ન્યુઝીલેન્ડ,

ન્યુઝીલેન્ડમાં રમાયેલા અંદર – ૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમે પૃથ્વી શોની કેપ્ટનસી હેઠળ ઐતિહાસિક વિજય મેળવી ચોથીવાર વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ પૂરી ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમ અપરાજય રહી છે. ત્યારે વિશ્વવિજેતા બનેલી ટીમના કેટલાક ખેલાડીઓએ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે અને જલવો બતાવ્યો છે. વર્લ્ડકપ દરમિયાન કેપ્ટન પૃથ્વી શો, ઓપનર મનજોત કાલરા, શુભમાન ગીલ, ઓલરાઉન્ડર અનુકૂલ રોય, ઝડપી બોલર ઇશાન પોરેલ અને કમલેશ નાગરકોટીનું સાતત્યપૂર્ણ પ્રદર્શન રહ્યું હતું. આ તમામ ક્રિકેટરોની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે અને તેઓની સરખામણી કેટલાક દિગ્ગજ ખેલાડીઓ સાથે થઇ રહી છે.

૧. કેપ્ટન પૃથ્વી શો

download 4 U-19 WCમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના આ 6 ખેલાડીઓનો રહ્યો દબદબો

ભારતીય અંદર-૧૯ ટીમના કેપ્ટન પૃથ્વી શોએ આ વર્લ્ડકપ દરમિયાન શાનદાર કેપ્ટનસીપ સાથે સાથે એક બેટ્સમેન તરીકે પણ પોતાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભારતીય દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને ભારતીય ટીમના સિનીયર કેપ્ટન વિરાટ કોહલી સાથે થઇ રહી છે. પૃથ્વી શોએ આ ટુર્નામેન્ટ દરમિયાન કુલ ૨૬૧ રન બનાવ્યા છે.

૨. મનજોત કાલરા

i U-19 WCમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના આ 6 ખેલાડીઓનો રહ્યો દબદબો

ભારતીય ટીમના ધુરંધર ઓપનર મજોત કાલરાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડકપની ફાઈનલમાં શાનદાર સદી ફટકારી હતી અને તાકાતનો પરચમ લહેરાવ્યો હતો. આ પહેલા ૨૦૧૨માં વર્લ્ડકપની ફાઈનલમાં કેપ્ટન ઉન્મુક્ત ચંદે  ૧૧૧ રનની ઇનિંગ્સ રમી હતી.

૩. શુભમાન ગીલ

download 5 U-19 WCમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના આ 6 ખેલાડીઓનો રહ્યો દબદબો

અંદર – ૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે શુભમાન ગીલે ૧૦૨ રનની આતિશીપારી રમી હતી. આ શાનદાર ઇનીન્ગ્સના સહારે ભારતે વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. શુભમાન ગીલે વર્લ્ડકપની કુલ ૬ મેચમાં ૩૭૨ રન ફટકાર્યા છે.

૪. ઓલરાઉન્ડર અનુકૂલ રોય

5551 anukul roy 020318123719 U-19 WCમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના આ 6 ખેલાડીઓનો રહ્યો દબદબો

ભારતીય અંદર-૧૯ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અનુકૂલ રોયે આ ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બોલિંગનું પરફોર્મન્સ આપ્યું છે. અનુકૂલ રોયે આ વર્લ્ડકપમાં કુલ ૧૪ વિકેટ ઝડપી છે તે સંયુક્ત રીતે સૌથી વધુ છે.

૫. કમલેશ નાગરકોટી

images 1 U-19 WCમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના આ 6 ખેલાડીઓનો રહ્યો દબદબો

ભારતીય ટીમના સ્ટાર ઝડપી બોલર કમલેશ નાગરકોટીએ કુલ ૬ મેચમાં ૯ ઝડપી હતી તેમજ વર્લ્ડકપ દરમિયાન ૧૫૦ થી વધુ સ્પીડે બોલિંગ કરીને ખુબ પ્રશંસા મેળવી હતી.

૬. ઇશાન પોરેલ 

download 6 1 U-19 WCમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના આ 6 ખેલાડીઓનો રહ્યો દબદબો

ભારતીય અંદર-૧૯ ટીમના સ્ટાર ઝડપી બોલરોમાં કમલેશ નાગરકોટી બાદ ઇશાન પોરેલનું નામ સૌથી આગળ ચર્ચાઈ છે. કઇશાન પરોલે ખાસ કરીને   પાકિસ્તાન સમાઈ રમાયેલી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં તરખાટ મચાવતા ૪   વેકેત ઝડપી હતી અને પાકિસ્તાનની બેટિંગ લાઈન અપને વેરવિખેર કરી નાખી હતી. ભારતે આ મેચમાં ૨૦૩ રનના વિશાળ માર્જીન સાથે વિજય મેળવી ફાઈનલમાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો હતો.