વિરોધ/ જૈન ધર્મ પર TMCના સાંસદ મહુઆ મોઈત્રાની વિવાદીત ટિપ્પણી, ગુજરાતમાં વિરોધ

TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ સંસદમાં કહ્યુ હતું કે, સરકાર દેશમાં યોગ્ય વાતાવરણ નથી બનાવી શકી. જૈન યુવકોએ ઘરેથી છૂપાઈ માંસાહાર કરવો પડે છે. ત્યારે સંસદમાં મહુઆના નિવેદન બાદ ગુજરાતના નેતાઓમાં રોષ જોવા મળ્યો છે…

Top Stories Gujarat
સાંસદ

TMC નાં સાંસદ મહુવા મોઈત્રાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ વખતે તેમણે જૈન ધર્મ પર ટીપ્પણી કરતા કહ્યું હતું કે,જૈન યુવકોએ છૂપાઈ માંસાહાર કરવો પડે છે. ત્યારે સંસદમાં મહુઆના નિવેદન બાદ ગુજરાતના નેતાઓમાં રોષ જોવા મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મામલે વળતો પ્રહાર કર્યો છે.

આ પણ વાંચો: CM યોગીની બેઠક સામે માયાવતીએ ઉતાર્યો આ ખાસ ચહેરો, જાહેર કરી 54 ઉમેદવારોની યાદી

સંસદમાં જૈન ધર્મ પર નિવેદન આપીને તેમણે મોટી મુસીબત વ્હોરી લીધી છે. મહુાવા મોઈત્રાએ જૈન ધર્મના યુવઓને માંસાહારી ગણાવ્યા છે. મહુવા મોઈત્રાએ સંસદમા આપેલા આ નિવેદન પર સોશિયલ મીડિયામા તેમની વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો છે. તમામ લોકો મહુઆ પર કાર્યવાહી કરવા માંગ કરી રહ્યાં છે. આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજકારણમાં જૈન ધર્મ પર નિવેદન શરમજનક છે.

તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિવેદન આપતા કહ્યુ કે, જૈન ધર્મ દુનિયાના પ્રાચિન ધર્મ પૈકી એક છે. જૈન ધર્મ અહિંસા શીખવે છે. જૈન ધર્મ પર વિવાદાસ્પદ ટિપ્પણીને લીધે રોષ છે.

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મહુઆ મોઈત્રાનુ ઉગ્ર રૂપ જોવા મળ્યુ હતું. તેમણે ગોમૂત્રનો હવાલો આપીને ભાજપના સાંસદો પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભામાં મહુવાએ નિવેદન આપ્યુ હતુ કે, સરકાર આવી પરિસ્થિતિથી ડરે છે કે, અમદાવાદમાં જૈન યુવા કોઈ લારી પર જઈને કબાબ ખાઈ શક્તા નથી.

આ નિવેદનથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જૈન સમાજના યુવકોને માંસાહારી બતાવવા પર મહુઆની વિરુદ્ઘ સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી સામે આવી છે.

આ પણ વાંચો:આતંકવાદી અબુ બકરની UAEમાં ધરપકડ, સરકાર ભારત લાવવાની તૈયારીમાં…

આ પણ વાંચો:મુકેશ અંબાણીએ ખરીદી ભારતની સૌથી મોંઘી કાર Rolls-Royce SUV, જાણો કિંમત..