ભારતીય ક્રિકેટર/ રાહુલ ચેહરે ગર્લફ્રેન્ડ ઈશાની જોહર સાથે સાત ફેરા લીધા, ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા,આગ્રામાં રિસેપ્શન

ભારતીય ક્રિકેટર રાહુલ ચહરે તેની મંગેતર ઈશાની જોહર સાથે લગ્ન કરી લીધા છે. આ લેગ-સ્પિનરે આજે એટલે કે બુધવારે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ સાથે નવી ઇનિંગની શરૂઆત કરી છે

Top Stories Sports
rahul રાહુલ ચેહરે ગર્લફ્રેન્ડ ઈશાની જોહર સાથે સાત ફેરા લીધા, ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા,આગ્રામાં રિસેપ્શન

ભારતીય ક્રિકેટર રાહુલ ચહરે તેની મંગેતર ઈશાની જોહર સાથે લગ્ન કરી લીધા છે. આ લેગ-સ્પિનરે આજે એટલે કે બુધવારે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ સાથે નવી ઇનિંગની શરૂઆત કરી છે. તેમની પત્ની ઈશાની વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે. આગ્રાના રહેવાસી રાહુલ ચાહરે ડિસેમ્બર 2019માં જયપુરમાં બેંગલુરુની ઈશાની જોહર સાથે સગાઈ કરી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

રાહુલના લગ્ન પ્રસંગે તેનો પરિવાર પણ તેની સાથે રહ્યો હતો. તેનો ભાઈ અને ભારતીય ક્રિકેટર દીપક ચહર તેની મંગેતર અને બહેન માલતી ચહર સાથે હાજર હતો. રાહુલ-ઈશાનીના લગ્નની વિધિ ગોવાની હોટેલ ડબલ્યુમાં થઈ હતી. મંગળવારે મહેંદી સેરેમની બાદ રાહુલ ચાહરે ઈશાની સાથેની પોતાની તસવીરો ફેસબુક પર શેર કરી હતી. પ્રથમ દિવસ મહેંદીના રંગોથી ભરેલો હતો. લગ્નનું રિસેપ્શન તાજનગરી આગ્રામાં 12 માર્ચે યોજાશે.

IPLમાં મોટી રકમ મળી
રાહુલ ભારત માટે ODI અને T20 મેચ રમ્યો છે. તે અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો, પરંતુ આ વખતે પંજાબ કિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. IPL મેગા ઓક્શન 2022માં રાહુલને 5.25 કરોડની ભારે કિંમત મળી છે. IPLમાં તે પ્રથમ વખત મુંબઈ સિવાય અન્ય ટીમ તરફથી રમશે. 2018 થી 2021 સુધી રાહુલ મુંબઈની ટીમનો ભાગ રહ્યો છે.

ભારત માટે ડેબ્યુ કર્યું છે
રાહુલે ભારત માટે એક ODI અને પાંચ T20 મેચ રમી છે. તેની એક વનડે મેચમાં ત્રણ વિકેટ છે, જ્યારે તેણે પાંચ ટી-20 મેચમાં સાત વિકેટ ઝડપી છે.

ભાઈ દીપક ચાહરે પણ સગાઈ કરી લીધી છે
રાહુલ ચહર ઉપરાંત દીપક ચહરની પણ સગાઈ થઈ ગઈ છે. તેણે સ્ટેડિયમમાં જ IPL મેચ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. દીપક પણ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.