Not Set/ કન્હૈયા કુમાર પર નજીકના મિત્રએ લગાવ્યા ગંભીર અને ચોંકાવનારા આરોપ… વાંચો અહીં

જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર એના એક નજીકના સાથીએ ગંભીર આરોપ લગાવ્યા છે. વર્ષો સુધી કન્હૈયા સાથે કામ કરવાવાળા અને જેએનયુ કેમ્પસમાં એમના નજીકના મનાતા જયંત જિજ્ઞાસુએ એઆઇએસએફ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માંથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામુ આપતા જ એમણે કન્હૈયા પર જાતિવાદી હોવા, જેએનયુ કેમ્પસમાં સંગઠન બરબાદ કરવા અને જુઠ્ઠું બોલવાના […]

Top Stories India
2018 4image 19 33 456460000khanhiay ll કન્હૈયા કુમાર પર નજીકના મિત્રએ લગાવ્યા ગંભીર અને ચોંકાવનારા આરોપ... વાંચો અહીં

જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર એના એક નજીકના સાથીએ ગંભીર આરોપ લગાવ્યા છે. વર્ષો સુધી કન્હૈયા સાથે કામ કરવાવાળા અને જેએનયુ કેમ્પસમાં એમના નજીકના મનાતા જયંત જિજ્ઞાસુએ એઆઇએસએફ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માંથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામુ આપતા જ એમણે કન્હૈયા પર જાતિવાદી હોવા, જેએનયુ કેમ્પસમાં સંગઠન બરબાદ કરવા અને જુઠ્ઠું બોલવાના આરોપ લગાવ્યા છે.

પોતાના રાજીનામાની ઘોષણા કરતા જયંતે ફેસબૂક પોસ્ટમાં એક પત્ર શેર કર્યો છે.જે એમણે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના મહાસચિવ, સુધાકર રેડ્ડીના નામે લખ્યો છે. જયંતે પત્રના બીજા ફકરામાં લખ્યું છે કે કોમરેડ, સંગઠન અને પાર્ટીમાં એક એવી પેટર્ન દેખાય છે શોષિત, ઉપેક્ષિત, વંચિત, લાંછિત, ઉત્પીડિત લોકોને મજુર સમજીને એમની સાથે વ્યવહાર કરવામાં આવે છે. ઝંડો કોઈ ઉપાડે છે, નેતા કોઈ બીજું બની જાય છે.

સુધાકર રેડ્ડીના નામે લખેલા આ પાત્રમાં જયંતે કન્હૈયાની સાથે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના કામ કરવાના પ્રકાર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેઓ પત્રમાં લખે છે કે આજે પણ પાર્ટી કોઈ દલિતને મહાસચિવ બનાવવામાં આટલો કેમ સંકોચ રાખે છે. આ પણ સમજની બહાર છે. દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમ, સર્વદળીય બેઠક, વિપક્ષી સમારોહના મોકા પર ડી.રાજા નજરે ચડે છે. તેઓ રાષ્ટ્રીય સચિવ છે.

કન્હૈયા કુમાર વિષે લખતા જયંત ખુબ કઠોર બની જાય છે. તેઓ કન્હૈયા કુમાર પર જાતિવાદી હોવાનો આરોપ લગાવે છે. તેઓ કન્હૈયા પર જેએનયુ કેમ્પસમાં સંગઠનને બરબાદ કરવા તેમજ જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવે છે.

jayant 081218104814 e1534076389857 કન્હૈયા કુમાર પર નજીકના મિત્રએ લગાવ્યા ગંભીર અને ચોંકાવનારા આરોપ... વાંચો અહીં

સોશિયલ મીડિયા પર શેર કરેલા પત્રમાં જયંત લખે છે કે દલિત, પછાત કોઈના પણ નેતૃત્વમાં કામ કરી લે છે. પરંતુ તથાકથિત ઉચ્ચ જાતિના લોકોને પછાત અને દલિત-આદિવાસીને સહજ ભાવથી સ્વીકારતા નથી. અપમાનિત કરવાના એટલા લેયર્સ છે કે ક્યાં-ક્યાંથી બચી શકાય.

તેઓ આગળ લખે છે કે જે વ્યક્તિ સાથે થયેલી જબરદસ્તી વિરુદ્ધ આખું જેએનયુ અને દેશનો પ્રગતિશીલ તેમજ સામાજિક ન્યાયપસંદ સમૂહ સાથે ઉભો હતો, એ જ કન્હૈયાએ જેએનયુ સ્ટુડન્ટ કમ્યુનિટી સાથે છળ કર્યું છે. પત્રમાં જયંત જિજ્ઞાસુએ કન્હૈયા કુમાર સહીત આખી પાર્ટી પર આરોપ લગાવ્યા છે. પરંતુ પત્રના આખરે જે લખ્યું છે, એ ચોંકાવનારું છે.