paper leak/ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UGનું પેપર લીકના દાવાને NTAએ નકાર્યો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ રવિવારે દેશભરના 557 શહેરોમાં અને 14 વિદેશી શહેરોમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UG 2024નું આયોજન કર્યું હતું.

Top Stories India
Beginners guide to 2024 05 06T161943.176 મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UGનું પેપર લીકના દાવાને NTAએ નકાર્યો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ રવિવારે દેશભરના 557 શહેરોમાં અને 14 વિદેશી શહેરોમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UG 2024નું આયોજન કર્યું હતું. જો કે, NEETનું પ્રશ્નપત્ર લીક થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ પેપર લીકનો મામલે મોટો ઉહાપોહ મચ્યો છે. જો કે NTAએ પીપરલીકના દાવાને નકાર્યો છે.

પેપરલીક મામલે અનેક સ્થાનો પર દરોડા

NEET UG 2024 પેપરલીક થયું હોવાનું NTA સખત રીતે નકાર્યું છે. જો કે પેપરલીકની આશંકા પર પટના પોલીસે રવિવારે રાત્રે અનેક સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ અંગે માહિતી આપતાં પટના એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું કે NEET UG પરીક્ષાના પ્રશ્નપત્ર લીકના મામલામાં ગુપ્ત માહિતીના આધારે FIR નોંધવામાં આવી છે. પટના પોલીસ આ મામલામાં કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. મોડી રાત સુધી અનેક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. પટના એસએસપી રાજીવ મિશ્રાના જણાવ્યા અનુસાર, સિકંદર યાદવ સહિત અન્ય ચાર લોકો પેપર લીક કરવામાં રોકાયેલા હતા. એવી શંકા છે કે આરોપીઓએ પટનાના ઘણા કેન્દ્રો પર પેપર સોલ્વર લગાવ્યા હતા અને તેમની પાસે પહેલાથી જ પ્રશ્નપત્રો હતા. પોલીસ દરેક મુદ્દા પર તપાસ કરી રહી છે.

NEET અને 2024

NEET UGનું પેપર થયું લીક

રાજસ્થાનના સવાઈ માધોપુરના ગર્લ્સ હાયર સેકન્ડરી આદર્શ વિદ્યા મંદિરના પરીક્ષા કેન્દ્રના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પરીક્ષા શરૂ થઈ ત્યારે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજીના પ્રશ્નપત્રો મળ્યા. NTA અધિકારીએ કહ્યું, ‘નિયમો અનુસાર, વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી થયા પછી જ પ્રશ્નપત્ર સાથે હોલની બહાર જવા દેવામાં આવે છે, પરંતુ સવાઈ માધોપુરમાં કેટલાક વિદ્યાર્થીઓ જબરદસ્તી પેપર લઈને પરીક્ષા હોલની બહાર નીકળી ગયા હતા. આ કારણે, પ્રશ્નપત્ર લગભગ 4 વાગ્યે ઇન્ટરનેટ પર વાયરલ થયું હતું, પરંતુ ત્યાં સુધીમાં દેશભરના અન્ય તમામ કેન્દ્રોમાં પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. તેથી, NEET UGનું કોઈ પેપર લીક થયું નથી પરંતુ કેટલાક નિશ્ચિત લોકો દ્વારા ચેડા કરવામાાં આવ્યા છે. જણાવી દઈએ કે NEET UG 2024 ની પરીક્ષા 5 મેના રોજ બપોરે 2 થી 5:20 દરમિયાન લેવામાં આવી હતી.

NTAએ સ્વીકારી ભૂલ

NTAએ આ ભૂલ સ્વીકારી પરંતુ સ્પષ્ટ કર્યું કે આ પેપર લીકનો મામલો નથી. એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો કે જ્યારે નિરીક્ષક ભૂલ પર કાર્યવાહી કરી શકે ત્યાં સુધીમાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા હોલમાંથી બહાર નીકળી ચૂક્યા હતા. જેના પગલે સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્ર ફરતું થયું હતું. મીડિયા અહેવાલ મુજબ NTAના વરિષ્ઠ નિયામક સાધના પરાશરના જણાવ્યા અનુસાર, કેન્દ્રમાં સમસ્યાનો સામનો કરનારા તમામ 120 ઉમેદવારો માટે પરીક્ષાઓ પાછળથી ફરી લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એક જ શિફ્ટમાં આ પરીક્ષા આપી હતી જે બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ હતી અને સાંજે 5.20 વાગ્યા સુધી ચાલી હતી. આ વર્ષની પરીક્ષા માટે રેકોર્ડ સંખ્યામાં 23 લાખ વિદ્યાર્થીઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ સૌથી વધુ છે.

23 લાખ ઉમેદવારોએ કરાવી નોંધણી

આ વર્ષે, NEET UG માટે રેકોર્ડ 23 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાં 10 લાખથી વધુ છોકરાઓ, 13 લાખથી વધુ છોકરીઓ અને 24 વિદ્યાર્થીઓ ‘થર્ડ જેન્ડર’ હેઠળ નોંધાયેલા હતા. જો આપણે રાજ્ય મુજબ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 3,39,125 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારબાદ મહારાષ્ટ્રમાંથી 279904 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજસ્થાનના 1,96,139 વિદ્યાર્થીઓએ NEET UG 2024 માટે નોંધણી કરાવી હતી. દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો, તામિલનાડુમાંથી 155216 અરજદારોએ નોંધણી કરાવી હતી જ્યારે કર્ણાટકમાંથી 154210 અરજદારોએ નોંધણી કરાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી, ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા

આ પણ વાંચો: ઝારખંડમા બોલ્યા વડાપ્રધાન-‘ઘરે જાઓ, ટીવી જોતા પહેલા વાંચી લો આ સ્ટોરી…

આ પણ વાંચો:EDના દરોડામાં આલમગીરના PSના ઘરેલુ નોકરના ઘરે થી મળેલો કરોડો રૂપિયા આખરે કયા મંત્રીના ? ચર્ચા અને આક્ષેપનો દોર શરૂ