Maharashtra/ મહારાષ્ટ્ર કટોકટી પર મોટા સમાચાર, 38 ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચ્યું

શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તેમની પાસે 38 ધારાસભ્યોનું સમર્થન છે. શિંદે જૂથે કહ્યું છે કે શિવસેનાના ધારાસભ્ય દળના 38 સભ્યોએ મહા વિકાસ અઘાડી સરકારને સમર્થન…

Top Stories India
Maharashtra Political Crisis

Maharashtra Political Crisis: એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સરકારમાંથી ધારાસભ્યોનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં મળેલી નોટિસ સામે પોતાનું સ્ટેન્ડ આપ્યું અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની સરકાર લઘુમતીમાં છે. તે સરકારમાં એક પક્ષના બે તૃતીયાંશથી વધુ સભ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં, તે સરકાર સાથે કામ કરતી મશીનરી હવે કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે માન્ય નથી. જણાવી દઈએ કે, એકનાથ શિંદેના ગ્રુપે ધારાસભ્યોને નોટિસ અને તેમને વિધાનમંડળના નેતા પદેથી હટાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અંગે સુનાવણી ચાલી રહી છે.

શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તેમની પાસે 38 ધારાસભ્યોનું સમર્થન છે. શિંદે જૂથે કહ્યું છે કે શિવસેનાના ધારાસભ્ય દળના 38 સભ્યોએ મહા વિકાસ અઘાડી સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં MVA સરકારે બહુમતી ગુમાવી દીધી છે. એકનાથ શિંદેના વકીલે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ આ મામલો લેખિતમાં મૂક્યો છે.

બંને તરફથી વકીલોની ફોજ ઊતરી

સુપ્રીમ કોર્ટમાં તમામ પક્ષકારોએ પોતપોતાની તરફથી જોરદાર તૈયારીઓ કરી લીધી છે. એકનાથ શિંદેએ પ્રખ્યાત વકીલ હરીશ સાલ્વેને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ અને પ્રખ્યાત વકીલ મુકુલ રોહતગી પણ તેમની સાથે જોડાયેલા છે. મનિન્દર સિંહ અને મહેશ જેઠમલાણી પણ શિંદે જૂથ વતી ઉલટતપાસ કરશે. તો ઉદ્ધવ ઠાકરેએ તેમના કેસની જવાબદારી અનુભવી અભિષેક મનુ સિંઘવીને સોંપી છે. કપિલ સિબ્બલ પણ ઉદ્ધવ ઠાકરે વતી કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. રાજીવ ધવન અને દેવદત્ત કામત પણ પોતાની દલીલો રજૂ કરશે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે જાણીતા વકીલ રવિશંકર જાંધ્યાલને પણ પોતાનો કેસ રજૂ કરવાની જવાબદારી સોંપી છે.

ધારાસભ્યો અને તેમના પરિવારોને સુરક્ષા આપો: ગવર્નર

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રવિવારે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને ગુવાહાટીમાં નેતા એકનાથ શિંદે સાથે કેમ્પ કરી રહેલા ધારાસભ્યોની સુરક્ષા અંગે પત્ર લખીને વિનંતી કરી હતી. પોતાને અને અન્ય 15 ધારાસભ્યોને અયોગ્યતાની નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં ગયા પછી નેતા એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું હતું કે તેઓ એવા પક્ષ સાથે રહેવા કરતા મૃત્યુ સારું જે મુંબઈ બોમ્બ ધડાકાના ગુનેગારો સાથે સીધો સંબંધ ધરાવે છે. શિંદેએ કહ્યું, બાળાસાહેબ ઠાકરેની શિવસેના એ લોકોનું સમર્થન કેવી રીતે કરી શકે કે જેમના મુંબઈ બોમ્બ ધડાકાના ગુનેગારો, દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈના નિર્દોષ લોકોની હત્યા માટે જવાબદાર લોકો સાથે સીધો સંબંધ હતો.

આ પણ વાંચો: Ukraine Crisis/ મિસાઈલ હુમલામાં તૂટી પડેલી ઈમારત નીચે કલાકો સુધી દટાઈ હતી આ નાનકડી બાળકી, રામ રાખે તેને કોણ ચાખે !