ભારતીય સેના/ બ્રહ્મોસ, પિનાકા, ભિષ્મ, રાફેલ – ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત

આજે ભારતને 72મો પ્રજાસત્તાક દિવસ છે. અને કોરોના મહામારીને લઈને આ વખતે થોડું સમારોહનું સ્વરૂપ બદલાયું છે. પરંતુ ઉત્સાહમાં કોઈ જ કમી જોવા મળી નથી.

Top Stories India Mantavya Vishesh
pjimage 18 બ્રહ્મોસ, પિનાકા, ભિષ્મ, રાફેલ - ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત

આજે ભારતને 72મો પ્રજાસત્તાક દિવસ છે. અને કોરોના મહામારીને લઈને આ વખતે થોડું સમારોહનું સ્વરૂપ બદલાયું છે. પરંતુ ઉત્સાહમાં કોઈ જ કમી જોવા મળી નથી. અને સાથે જ ભારતે પોતાની સેન્ય તાકાત પણ દુનિયાને બતાવી છે. તો આવો જોઈએ ભારત દેશની સૈન્ય તાકાત….

ભારતની સૈન્ય તાકાત

આજે ભારતનો 72મો પ્રજાસત્તાક પર્વ
દેશમાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણીના વિશેષ સમારોહ
ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત
ભારતે રાજપથ પર દેખાડી સંસ્કૃતિની ઝલક
દુનિયાએ સાંભળી રાફેલની ગર્જના
ત્રણેય સેનાઓએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું
સાથે જ અલગ અલગ હિસ્સાની સંસ્કૃતિની ઝલક પણ મળી જોવા
પરેડમાં ભારતીય સેનાની દમદાર તાકાત દુનિયાને જોવા મળી.

india બ્રહ્મોસ, પિનાકા, ભિષ્મ, રાફેલ - ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત

સમગ્ર દેશમાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણીના વિશેષ સમારોહ થયા. કોરોના મહામારીને લઈને આ વખતે થોડું સમારોહનું સ્વરૂપ બદલાયું છે. પરંતુ ઉત્સાહમાં કોઈ જ કમી જોવા મળી નથી. મુખ્ય સમારોહ રાજધાની દિલ્હીમાં રાજપથ પર હોય છે. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેડની સલામી ઝીલી હતી. આ વખતે પરેડ દર વર્ષની જેમ વિજયચોકથી શરૂ થઈ પરંતુ લાલ કિલ્લાને બદલે ઈન્ડિયા ગેટ પાસે પૂરી થઈ ગઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી. ધ્વજારોહણ બાદ 21 તોપોની સલામી આપવામાં આવી. તે પછી પરેડ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વિજયકુમાર મિશ્રાની આગેવાનીમાં ગણતંત્ર દિવસની પરેડ નીકળી. આ પરેડમાં ભારતીય સેની દમદાર તાકાત દુનિયાને જોવા મળી.

india.JPG3 બ્રહ્મોસ, પિનાકા, ભિષ્મ, રાફેલ - ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત

ભારતની સૈન્ય તાકાત પર દેશને ગર્વ
ભારતની સૈન્ય તાકાતમાં સામેલ છે. -ટેન્ક ટી-90 ભીષ્મ
125 મિમીની શક્તિશાળી સ્મૂથ બોર ગન પણ છે. સેનામાં સામેલ
બ્રહ્મોસ મિસાઈલ્સે પણ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું
861 રેજિમેન્ટ ભારતીય તોપખાનાની એક પ્રતિષ્ઠિત રેજિમેન્ટ
આ મિસાઈલને ભારત અને રશિયાએ તૈયાર કરી છે.

india.JPG2 બ્રહ્મોસ, પિનાકા, ભિષ્મ, રાફેલ - ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત

સૌથી પહેલા રાજપથ પર યુદ્ધ ટેન્ક ટી-90 ( ભીષ્મ)એ પોતાનો જલવો બતાવ્યો. આ મુખ્ય યુદ્ધ ટેન્ક હંટર-કિલર સિદ્ધાંત પર કામ કરે છે. તે 125 મિમીની શક્તિશાળી સ્મૂથ બોર ગન, 7.62 મિમી ને એક્સિલ મશીન ગન અને 12.7 મિમી વાયુયાનરોધી ગનથી લેસ છે. આ ઉપરાંત બ્રહ્મોસ મિસાઈલ્સે પણ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. 861 મિસાઈલ રેજિમેન્ટની બ્રહ્મોસ મિસાઈલ પ્રણાલીના ઓટોનોમસ લોન્ચરે રાજપથ પર પોતાની તાકાત બતાવી. જેનું નેતૃત્વ કમરૂલ જમાને કર્યું. 861 રેજિમેન્ટ ભારતીય તોપખાનાની એક પ્રતિષ્ઠિત રેજિમેન્ટ છે. આ મિસાઈલને ભારત અને રશિયાએ તૈયાર કરી છે. ટી 90 ટેન્ક અત્યારે દુનિયામાં સૌથી અદ્યતન ટેન્કમાં સામેલ છે. ટી-90 ટેન્ક રશિયામાં તૈયાર કરાઈ છે. આ ટેન્ક પોતાનું નિશાન સાધવામાં અચૂક છે. આને ભારતમાં ભીષ્મનું નામ આપવામાં આવ્યું છે. ડ્રેગન સાતે ગતિરોધ વચ્ચે ચીન સાથે જોડાયેલી બોર્ડર પર તેને તૈનાત કરવામાં આવી છે. તેને ભારતની મુખ્ય યુદ્ધ ટેન્ક પણ કહેવામાં આવે છે.

india.JPG4 બ્રહ્મોસ, પિનાકા, ભિષ્મ, રાફેલ - ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત

બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ
21મી સદીની શ્રેષ્ઠ ખતરનાક મિસાઇલોનમાંથી એક, બ્રહ્મોસ
બ્રહ્મોસ 3.5 અર્થાત 4,300 કિમી પ્રતિ કિલોની સ્પિડથી ઉડી શકે
બ્રહ્મોસમાં બ્રહ્મનો અર્થ ‘બ્રહ્મપુત્ર’ અને મોસ અર્થ મોસ્કવા
બ્રહ્મોસની મારક ક્ષમતાના 298 કિલોમીટરથી વધારીને 450 કિલોમીટર સુધીની

india.JPG1 બ્રહ્મોસ, પિનાકા, ભિષ્મ, રાફેલ - ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત

પિનાકામાં એક ફ્રિ સ્ટાઈલ આર્ટિલરી રોકેટ સિસ્ટટ છે જેની રેંજ 37.5 કિલોમીટર છે. પિનાક રોકેટ્સ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરથી છોડી શકાય છે. લોન્ચર ફક્ત 44 સેકન્ડ્સમાં 12 રોકેટ ફેંકી શકે છે. ભગવાન શિવના ધનુષ ‘પિન્નાક’ નામ પરથી તેનું નામ રાખ્યું છે. આ મિસાઇલ સિસ્ટમને ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલી સીમાઓ પર તૈનાત કરવાના હેતુથી બનાવાયું છે.અપગ્રેડેડ શિલ્કા વેપન સિસ્ટમ આસમાની આફતોથી બચાવે છે. આ એક તાકાતવર અને સટીક એર ડિફેન્સ સિસ્ટમ છે. તેનું થ્રીડી ટ્રેકિંગ રડાર આકાશમાંથી આવનારી તમામ મુશ્કેલીઓને ઓળખીને તેને તોડી પાડવામાં સક્ષમ છે. 140 એર ડિફેન્સ રેજીમેન્ટની કેપ્ટન પ્રીતિ ચૌધરી અપગ્રેડેડ શિલ્કા વેપન સિસ્ટમનું નેતૃત્તવ કર્યું હતું. કેપ્ટન ચૌધરી પરેડ સેનામાં એક માત્ર મહિલા કન્ટિજન્ટ કમાન્ડર રહી.

ભારતે પોતાની સૈન્ય તાકાત દુનિયાને બતાવી
ત્રણેય સેનાઓએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી
બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ
ભારતની સૈન્ય તાકાતમાં સામેલ છે. -ટેન્ક ટી-90 ભીષ્મ

raphel બ્રહ્મોસ, પિનાકા, ભિષ્મ, રાફેલ - ભારતે દુનિયાને દેખાડી પોતાની સૈન્ય તાકાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…