Constitution/ આવી છે ભારતીય બંધારણની યાત્રા : શું તમે જાણો છો, આપણા સંવિધાન વિશેની આ વાતો પણ…

આજે દેશભરમાં 72 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. 26 જાન્યુઆરી 1950 ના દિવસે દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 1947માં દેશને આઝાદી તો

Top Stories India Mantavya Vishesh
constitution of india 1430202834 આવી છે ભારતીય બંધારણની યાત્રા : શું તમે જાણો છો, આપણા સંવિધાન વિશેની આ વાતો પણ...

આજે દેશભરમાં 72 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. 26 જાન્યુઆરી 1950 ના દિવસે દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 1947માં દેશને આઝાદી તો મળી ગઈ પરંતું જે તે સરકાર સામે મોટો યક્ષ પ્રશ્ન હતો દેશ ચલાવવાનો. કોઈપણ દેશને સુચારુ રીતે ચલાવવા કાયદા જરૂરી છે. નાગરિકોને કયા હક મળવા જોઈએ અને તેઓ કઈ ફરજોથી બંધાયેલા છે તેના પર કામગીરી શરૂ કરવામાં આવી હતી. 26 નવેમ્બર 1949ના દિવસે ભારતમાં બંધારણ રજૂ કરવામાં આવ્યુ હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે દેશના બંધારણની અમલીકરણ કરવામાં આવી. ત્યારથી આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે.તો દેશમાં બંધારણ બન્યા બાદ અત્યાર સુધી મહત્વના સુધારા કરાયા તેના પર નજર નાખીએ.

બંધારણની યાત્રા

ભારતનું બંધારણ ઘડવામાં ડો. બાબાસાહેબનું સૌથી મોટો ફાળો છે.
ડો. બાબાસાહેબ આંબેડકરને બંધારણના ઘડવેયા તરીકે પણ આળખાય છે.
ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટુ હસ્તલેખિત બંધારણ છે.
બંધારણમાં અત્યાર સુધી 104 વખત સંશોધન કરવામાં આવ્યા
26 જાન્યુઆરી 1950ના દિવસે દેશના બંધારણને અમલ કરાયું
26 જાન્યુઆરી 1950ના દિવસેથી ભારતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ થઈ
ભારતની સંસદમાં અત્યાર સુધી 126 બંધારણ સુધારક કાયદા રજૂ કરાયા
જેમાં 104 બંધારણ સુધારા કાયદા મંજૂર થયા હતા.અને સુધારો થયો હતો

ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ બંધારણનો પહેલો ખરડો સંસદમાં 10 મે 1951ના દિવસે રજૂ કર્યો હતો અને તેને 18 જૂન 1951ના દિવસે પાસ કરવામાં આવ્યો હતો. આ અનુચ્છેદ અનુસાર નાગરિકોને મળતા મૌલિક અધિકારોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા. દેશના નાગરિકને પોતાના વિચારો અને જાહેરમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર મળ્યો.ભારતીય બંધારણમાં વર્ષ 1956માં સાતમો સુધારો લાગુ કરવામાં આવ્યો હતો. આ સુધારાના આધારે દેશના રાજ્યોની પુર્નરચના કરવામાં આવી હતી. જેનાથી રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશનું વિભાજન કરવામાં આવ્યુ હતું. આ સુધારા સાથે દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોની પુર્નરચના કરાઈ હતી.વર્ષ 1985માં બંધારણમાં 52માં કાયદામાં 10મી અનુસૂચી ઉમેરવામાં આવી. આ કાયદાને પક્ષ પલટો વિરોધી કાયદો કહેવાય છે. આ કાયદા અંતર્ગત જે નેતા પોતાનો પક્ષ બદલે તેની સદસ્યતા રદ કરી શકાય તેવી જોગવાઈ રાખવામાં આવી છે.

ભારતીય બંધારણમાં પહેલો સુધારો 10 મે 1951ના દિવસે રજૂ કર્યો
ભાષાના આધાર પર રાજ્યોની પુર્નરચના-ભારતીય બંધારણમાં વર્ષ 1956
પક્ષપલટો કાયદો-વર્ષ 1985માં બંધારણમાં 52માં કાયદો
99માં કાયદાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો
GST વ્યવસ્થા કાયદો લાગુ કરાયો-
આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અનામત
નાગરિકતા કાયદો 2019-નાગરિકતા કાયદો CAA બન્યો
બંધારણમાં અંતિમ સુધારો-2 ડિસેમ્બર 2019ના દિવસે કરાયો
ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું,
જેમાં ૨૦૨૦માં સુધારો કરતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે.

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ન્યાયિક આયોગે બનાવેલી સમિતિ અંતર્ગત 99માં કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો. સુપ્રીમ કોર્ટે 16 ઓકટોબર 2015ના દિવસે 22 વર્ષ જૂની કોલેજિયમ પેનલની જગ્યા લેનાર NJC કાયદો 2014ને રદ કરી દેવામાં આવી હતી. 5 જજોની ખંડપીઠે 4-1 ની બહુમતિથી નિર્ણય લીધો.ભારતમાં વસ્તુ અને સેવા પર એક જ પ્રણાલીનો કર લાગુ કરાયો. જેમાં ભારતીય બંધારણના 101માં સુધારો કરવામાં આવ્યો. આ સુધારાથી રાજ્યોના વચ્ચે અન્ય કર પ્રણાલીઓ દૂર કરી એકસમાન કર રાખવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં દરેક વસ્તુના વેચાણ અને સેવાઓ પર એકસમાન કર રાખવામાં આવ્યો છે.ભારતીય બંધારણના 124માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો. આ સુધારામાં સામાન્ય વર્ગમાં આવતા આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવાઈ. રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 165 મત પડ્યા હતા તો 7 લોકોએ તેનો વિરોધ કર્યો હતો. લોકસભામાં બિલના સમર્થનમાં 323 મત તો તેના વિરોધમાં 3 મત પડ્યા હતા.

ડિસેમ્બર 2019ના દિવસે 126માં બંધારણમાં સુધારો લાવવામાં આવ્યો. આ ભારતીય બંધારણનો 104મો અનુચ્છેદ હતો. આ અંતર્ગત લોકસભા અને વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો માટેની અનામતની અવધી 10 વર્ષ માટે વધારવામાં આવી. આ પહેલા અનામતની સીમા 25 જાન્યુઆરી 2020 સુધીની હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…