Health/ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેઈનસ્ટ્રોક, જાણો શું છે સ્થિતિ

ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી તરીકે સેવા આપતા રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. તેમને રાજકોટમાં આવેલી સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તેમને આઈસીયુમાં……

Top Stories Gujarat
Beginners guide to 28 1 રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેઈનસ્ટ્રોક, જાણો શું છે સ્થિતિ

Gujarat News: રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત કથળી છે. રાઘવજી પટેલને બ્રેઈનસ્ટ્રોક (Brainstroke) આવતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુ (ICU)માં અંડર ઓબ્ઝર્વેશનમાં છે. મુખ્યમંત્રીએ ડોક્ટરનો સંપર્ક કરી ખબર પૂછી છે.

ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી તરીકે સેવા આપતા રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. તેમને રાજકોટમાં આવેલી સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તેમને આઈસીયુમાં અંડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંપર્ક સાધી તબિયત પૂછી છે. મળતી માહિતી મુજબ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર જીલ્લાના પસાયા બેરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા ત્યારે બ્રેઈનસ્ટ્રોક આવ્યો હતો.

પહેલા તેમને જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, બાદમાં વધુ સારવાર હેતુ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…