india pakistan relations/ નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…

નવાઝ શરીફ જ્યારે પીએમ હતા ત્યારે પીએમ મોદી સાથે તેમનો તાલમેલ સારો દેખાતો હતો. નવાઝ શરીફના માતાના મૃત્યુ વખતે પીએમ મોદીએ શોક સંદેશ પણ મોકલ્યો હતો. વર્ષ 2015માં અચાનક તેઓ નવાઝ શરીફને મળવા………..

World
YouTube Thumbnail 2024 02 10T121515.691 નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ...

New Delhi News: પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી, પરંતુ ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષોએ સૌથી વધુ બેઠકો જીતી છે. હજુ સુધી વોટની ગણતરી પૂરી થઈ નથી. જોકે, પીએમએલ-એન નેતા નવાઝ શરીફે પોતાની જીતને જાહેર કરી  ફરીથી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. જો નવાઝ શરીફ (Nawaz Sharif)ફરીથી વડાપ્રધાન બને તો ભારત સાથેના સંબંધો સુધરી શકે તેવું અનુમાન પણ થઈ રહ્યું છે.

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં સરકાર બનાવવા માટે PPPના સમર્થનની જરૂર રહેશે. કહેવાય છે કે પાકિસ્તાન સેના (Pakistani Army) નવાઝ શરીફને વડાપ્રધાન તરીકે જોવા માગે છે. તો બીજી બાજુ બિલાવલ ભુટ્ટો નવાઝ શરીફ પ્રત્યે અણગમો દર્શાવે છે. આવામાં શહબાઝ શરીફ ફરીથી પીએમ બની શકે છે. નવાઝ શરીફ જીતનું એલાન કરી પડોશી દેશો સાથે સારો સંબંધ છે તેવું કહે છે. એટલે કે ભારત સાથેના સંબંધોમાં સુધારો લાવવા માંગશે.

India Finally Awakens to New Approach to Tackle Pakistan

નવાઝ શરીફ અને પીએમ મોદી વચ્ચેનો તાલમેલ

નવાઝ શરીફ જ્યારે પીએમ હતા ત્યારે પીએમ મોદી (PM Modi) સાથે તેમનો તાલમેલ સારો દેખાતો હતો. નવાઝ શરીફના માતાના મૃત્યુ વખતે પીએમ મોદીએ શોક સંદેશ પણ મોકલ્યો હતો. વર્ષ 2015માં અચાનક તેઓ નવાઝ શરીફને મળવા રાવલપિંડી પહોંચી ગયા હતા. જોકે, તેના પછી જ પઠાનકોટમાં આતંકવાદી હુમલો થયો હતો અને સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ઈમરાન ખાન જ્યારે પીએમ બન્યા ત્યારે આ રીતે જોવા મળતી વાતચીતો બંધ થઈ ગઈ હતી.

2015માં આતંકવાદી (Terrorist Attack) હુમલામાં ભારતે સ્પષ્ટપણે કહી દીધુ હતું કે, પઠાનકોટ એરબેઝ પર હુમલો થવાથી હવે બધુ જ વ્યર્થ સાબિત થયું છે. હવે તેમની સાથે કોઈ વાતચીત નહીં થાય. કેટલાકનું માનવું છે કે જો નવાઝ શરીફ ઈચ્છે તે ફરીથી વાતચીત શરૂ કરી શકે છે. પાક. સેના પણ આ વાતનું સમર્થન કરે છે. આ બંનેના પ્રયાસથી જ આતંકવાદને રોકી શકાય છે.

નવાઝ શરીફે સરકાર બનાવવા કવાયત શરૂ કરી દીધી છે. તે ઈમરાનની પાર્ટીના લોકોએ ચૂંટણીમાં ગેરરીતિના આરોપ લગાવ્યા છે. ચૂંટણી વખતે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હજુ કેટલીક બેઠકોના પરિણામો આવવાના બાકી છે. કુલ સીટોની મહત્તમ 100 બેઠકો અપક્ષોએ જીતી છે, જેઓ ઈમરાનને ટેકો આપતા હોવાનું કહેવાઈ રહ્યું છે. નવાઝ શરીફની પાર્ટીને 71 બેઠકો મળી હતી જ્યારે સહયોગી PPPને 53 બેઠકો મળી હતી. એ જ રીતે MQM ચોથી સૌથી મોટી પાર્ટી બની અને તેને 17 બેઠકો મળી. 264 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને બહુમતીનો આંકડો 134 છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સુવિધાનું આયોજન

આ પણ વાંચો:શું PayTm કંપનીને ખરીદી લેવામાં આવી છે… જાણો કયા નામથી ઓળખાશે

આ પણ વાંચો:રાજ્યપાલ દ્વારા એનસીસી કેડેટ્સનું રાજભવન ખાતે સન્માન કરાયું