નિધન/ પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકનું નિધન, કોરોનાથી સંક્રમણ બાદ હોસ્પિટલમાં હતા દાખલ

પાકિસ્તાનના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકનું નિધન થયું છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેને ઈસ્લામાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 70 વર્ષના હતા.

Top Stories World
rahmanmalik

પાકિસ્તાનના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકનું નિધન થયું છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેને ઈસ્લામાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 70 વર્ષના હતા. એક અહેવાલ મુજબ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી રહેમાન મલિકને કોવિડ-19ની ગૂંચવણોના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપને કારણે તેના ફેફસાં ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તેમના પ્રવક્તા રિયાઝ અહેમદ તુરીએ પુષ્ટિ કરી છે કે પીપીપી સેનેટરને ઇસ્લામાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ કોવિડ -19 સંબંધિત ગૂંચવણોને કારણે ખૂબ પીડાતા હતા.

આ પણ વાંચો: ED પૂછપરછ માટે નવાબ મલિકને ઘરેથી લઈ ગઈ, શરદ પવારે કહ્યું, કેન્દ્ર વિરુદ્ધ બોલવા બદલ મળી સજા

પાકિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રી રહેમાન મલિકનું નિધન

પાકિસ્તાનના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકના નિધન બાદ ઘણા રાજકારણીઓએ શોક વ્યક્ત કર્યો છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. આ મહિને 1 ફેબ્રુઆરીએ પીપીપી સેનેટર સેહર કામરાને કહ્યું હતું કે, રહેમાન મલિકની તબિયત બગડી છે જેના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. મરહુમ રહેમાન મલિકે કરાચી યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. પાકિસ્તાનના નેતા મુમતાઝ અલી ચંદિયોએ કહ્યું, “સેનેટર રહેમાન મલિકના આકસ્મિક નિધન વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. તે ખરેખર એક મોટી ખોટ છે. અલ્લાહ તેમના આત્માને શાંતિ આપે. પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદનાઓ”.

2008 થી 2013 સુધી પાકિસ્તાનના ગૃહ મંત્રી હતા

26/11ના હુમલા સમયે રહેમાન મલિક પાકિસ્તાનના ગૃહમંત્રી હતા. તેમના શાસન દરમિયાન, તેમને પાકિસ્તાન સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક સિતારા-એ-શુજાતથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમણે 2008 થી 2013 સુધી પાકિસ્તાનના ગૃહ પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના નજીકના સહયોગીઓમાંના એક હોવાનું કહેવાય છે. રહેમાન મલિકના નિધન બાદ પાકિસ્તાનમાં શોકની લહેર છે.

આ પણ વાંચો:રશિયા-અમેરિકા આમને સામને,રાષ્ટ્રપતિ બિડેને સેનાને શું આપી સૂચના,જાણો

આ પણ વાંચો:કોંગ્રેસમાં રાજીનામાની વણઝાર,કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દિનેશ શર્માનું રાજીનામું