Acquisition/ શું PayTm કંપનીને ખરીદી લેવામાં આવી છે… જાણો કયા નામથી ઓળખાશે

એલિવેશન કેપિટલ (Elevation Capital) પેટીએમ ઈકોમર્સની સૌથી મોટી શેરહોલ્ડર ધરાવતી કંપની છે. મળતી માહિતી પ્રમાણે કંપનીએ હવે ઈનોબિટસ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડને પોતાને હસ્તગત કરી લીધી છે, જે 2020માં જ…….

Top Stories Business
YouTube Thumbnail 2024 02 09T164712.660 શું PayTm કંપનીને ખરીદી લેવામાં આવી છે... જાણો કયા નામથી ઓળખાશે

Business News: પેટીએમ (PayTm)ઈકોમર્સ (E-commerce) હવે નવા નામથી ઓળખાશે અને તેને બિટસિલા(Bitsila) કંપનીએ હસ્તગત કરી છે તેવી માહિતી વહેતી થઈ છે. મળતી માહિતી મુજબ ફિનટેક કંપની (Financial Technology) પેટીએમ ઈકોમર્સ પાઈ પ્લેટફોર્મ્સના (Pai Platforms) નામથી ઓળખાશે. કંપનીએ ત્રણ મહિના અગાઉ જ કંપનીનું નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને 8 ફેબ્રુઆરીએ જ કંપની રજીસ્ટ્રાર પાસેથી મંજૂરી મળી છે. પહેલા પે-ટીએમ કંપનીનું રજીસ્ટર્ડ નામ પે-ટીએમ ઈકોમર્સ પ્રાઈવેટ લિમિટેડ હતું.

એલિવેશન કેપિટલ (Elevation Capital) પેટીએમ ઈકોમર્સની સૌથી મોટી શેરહોલ્ડર ધરાવતી કંપની છે. મળતી માહિતી પ્રમાણે કંપનીએ હવે ઈનોબિટસ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડને પોતાને હસ્તગત કરી લીધી છે, જે 2020માં જ અસ્તિત્વમાં આવી હતી. આ એક ફુલ-સ્ટેક ઓમનીચેનલ (Omnichannel) અને હાઈપરલોકલ કોમર્સ  ક્ષમતા (Hyperlocal Commerce Capacity)સાથે ઓએનડીસી વેચાણકર્તા (ONDC seller) કંપની સાથે કામ કરે છે.

જોકે, પેટીએમ કંપનીને હસ્તાંતરણ (Acquisition) અંગે પૂછવામાં આવ્યું તો કંપનીએ બાબતને નકારી (Deny) હતી તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સ્ટેટમેન્ટ મુજબ અમે બિટસિલા કંપનીએ પે-ટીએમને હસ્તગત કર્યું છે, આ વાતને સંપૂર્ણરીતે વખોડી કાઢીએ છીએ.

RBI દ્વારા Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલી પેરેન્ટ કંપની One 97 Communications દ્વારા UPI સેવાઓ પર નિવેદન જારી કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે તેની UPI સેવા સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે કારણ કે તે અન્ય બેંકો સાથે તેને ચાલુ રાખવા માટે કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં Paytm UPI સેવાઓ Paytm પેમેન્ટ્સ બેંક હેઠળ આવે છે, જેને તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા 29 ફેબ્રુઆરી પછી ગ્રાહકો પાસેથી પૈસા લેવાનું બંધ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :Israel Hamas Conflict/ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ કર્યો મોટો દાવો,હમાસની 24 બટાલિયનમાંથી 17ને નષ્ટ કરી દીધી

આ પણ વાંચો :ગજબ પ્રેમ કહાની/પ્રેમી સાથે હોલીડે મનાવવા પહોચેલી આ લેડીને ત્યાં બીજા સાથે થઇ ગયો પ્રેમ, પછી થયું એવું કે….

આ પણ વાંચો :India China Tensions/ચીને માલદીવ મોકલ્યું તેનું ‘જાસૂસી જહાજ’ તો ભારતે પણ ડ્રેગનને ઘેરવાની કરી તૈયારી