મુંબઈ/ સમીર વાનખેડેની વધી મુસિબત, ખોટા આધાર પર બાર લાયસન્સ લેવાનો આરોપ

મહારાષ્ટ્ર સરકારે ક્રુઝ ડ્રગ્સ કેસમાં વધુ એક કાર્યવાહી કરી છે, જેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) નાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Top Stories India
સમીર વાનખેડે

મહારાષ્ટ્ર સરકારે ક્રુઝ ડ્રગ્સ કેસમાં વધુ એક કાર્યવાહી કરી છે, જેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) નાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસ સ્ટેશનનાં આબકારી વિભાગે સમીર વાનખેડેને કારણ બતાવો નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો – OMG! / પહેલા કરી પ્રેગ્નન્ટ ગર્લફ્રેન્ડની હત્યા, Live આવી પૂર્વ પત્નીને મારી ગોળી અને પછી પોતાનું ટૂંકાવ્યું જીવન

આ કારણ બતાવો નોટિસ વિશે માહિતી આપતા થાણેનાં કલેક્ટર ઑફિસે કહ્યુ છે કે, મહારાષ્ટ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનાં થાણે યુનિટે 1997માં લાયસન્સ માટે પોતાની અરજીમાં ખોટી માહિતી આપવા બદલ NCB મુંબઈનાં પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેનાં નવી મુંબઈ સ્થિત બારને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારમાં અલ્પસંખ્યક બાબતોનાં પ્રધાન નવાબ મલિક, જેમના જમાઈ પર પણ ડ્રગ્સ કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો, તેમણે પણ સમીર વાનખેડે પર આરોપોની શ્રેણીમાં ખોટા આધાર પર બાર લાયસન્સ લેવાનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો /  રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, આગામી દિવસોમાં હજુ વધશે ઠંડીનું જોર

ગયા નવેમ્બરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને નવાબ મલિકે સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો હતો કે સમીરનાં નામે એક રેસ્ટોરન્ટ અને બાર રજિસ્ટર્ડ છે. 1997 થી તેનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. નવાબ મલિકનો દાવો છે કે સમીર વાનખેડેનાં પિતા જ્ઞાનદેવ વાનખેડે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને તેમણે 1997માં સમીર વાનખેડેનાં નામે લાયસન્સ મેળવ્યું હતું, સમીર વાનખેડે પુખ્ત પણ નહોતો. આવી સ્થિતિમાં તેમના નામે ગેરકાયદેસર રીતે લાયસન્સ આપવામાં આવ્યું હતું.