Gujarat News: ગુજરાત માધ્યમિક શાળાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. આ વર્ષે ધોરણ 10નું ઊંચુ પરિણામ આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળાઓમાં ધોરણ 11 માટે એડમિશન લેવાની મુશ્કેલી ઊભી થઈ છે. શાળા બહાર હાઉસફૂલના બોર્ડ લાગેલા જોવા મળી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ શાળા બદલવી પડશે તેવી સમસ્યા સર્જાઈ છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ અનુક્રમે ધોરણ 11 અને કોલેજમાં એડમિશન લેવા માટેની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. ત્યારે હવે ધોરણ 10નું આ વર્ષે સારૂ પરિણામ આવવાથી ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 11માં સાયન્સ, કૉમર્સ કે આર્ટ્સમાં ભણવા ફરીથી એડમિશન લેવું પડે છે. કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં પણ એડમિશન લેવા ધક્કા ખાવાના શરૂ કરી દીધા છે. ત્યારે અમદાવાદની ઘણી શાળાઓમાં એડમિશન ફૂલ થઈ ગયા છે. ઊંચુ મેરિટ અને કટઓફને કારણે નબળાં વિદ્યાર્થીઓને એડમિશન માટે મુશ્કેલી ઊભી થશે.
અમદાવાદમાં ધોરણ 10 સુધીના વર્ગોવાળી 75 શાળાઓ છે. જેમાં 150 થી વધુ વર્ગો આવેલા છે. અભ્યાસ કરતાં 8000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને શાળામાં એઢમિશન કેવી રીતે લેવું તેવી સમસ્યા ઊભી થઈ છે. મોટાભાગની શાળાઓમાં 60 થી 70 ટકા વિદ્યાર્થીઓ પોતાની શાળાના જ હોય છે જેમને એડમિશન આપવાની શાળાઓની પ્રાથમિકતા હોય છે.
બહારના વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન અપાય છે. સામાન્ય કરતાં આ વર્ષે 25 ટકા જેટલા વિદ્યાર્થીઓની ઈન્કવાયરી અને એડમિશનની સંખ્યા વધી છે.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત