દિલ્હી બાદ હવે ગુજરાતમાથી એક સંદિગ્ધ આતંકવાદી પકડાયો છે.વડોદરા પાસેથી પકડાયેલા આ આતંકીના તાર વૈશ્વિક આંતકી ગ્રુપ ISIS સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ઝફર અલી ઉર્ફ ઉંમર નામના આતંકવાદીને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે પકડ્યો છે.પ્રાથમિક માહિતી પ્રમાણે ઝફર તામિલનાડુનો રહેવાસી છે.ઝફર છેલ્લા થોડા સમયથી ભરૂચમાં સંદિગ્ધ પ્રવૃત્તિ કરી રહ્યો હોવાની માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને મળી હતી.
આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભું કરવાની ફિરાકમાં હતો. આતંકી ઝફર દિલ્હીના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા ISISના આતંકીઓની ધરપકડ બાદ ઝડપાયો છે. આ જ મોડ્યુલનો આતંકી છે કે કેમ તે દિશામાં એટીએસએ પૂછપરછ શરૂ કરી છે.
વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ઝડપાયેલા આ આતંકવાદી પાસેથી અગાઉ બેંગાલુરુમાંથી હથિયારો પકડાયા હતા.ઝફર પાસેથી 3 પિસ્ટલ અને 90 રાઉન્ડ મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
