કચ્છના રણમાં હાલમાં રણોત્સવ ચાલી રહ્યો છે. આ રણોત્સવમાં આજે મોટી દુર્ઘટના ઘટી હતી. રણોત્સવમાં ટેન્ટ સિટીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં ૩ જેટલા ટેન્ટમાં બળીને ખાખ થઈ ગયા હતા. તો સાથે સાથે ટેન્ટમાં રહેલો પ્રવાસીઓનો સામાન પણ તેમાં હોમી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર રણોત્સવમાં જે ત્રણ ટેન્ટમાં આગ લાગી હતી, તે ત્રણેય ટેન્ટમાં વિદેશથી આવેલ એનઆરઆઈ પરિવાર રણોત્સવની મજા માણી રહ્યો હતો. જેમાં અમદાવાદના એનઆરઆઈના ત્રણ પટેલ પરિવારો આ રણોત્સવણો આનંદ માણી રહ્યા હતા.
પરંતુ ટેન્ટમાં લાગેલી આ આગમાં આ વિદેશી પરિવારોના પાસપોર્ટ સહિતનો મહત્વનો સામાન પણ આગની લપેટમાં આવી ગયો છે અને બળીને રાખ થઈ ગયો છે. સાથે તેમના સામાનમાં રહેલા તેમના કેટલાક અમેરિકન નાગરિકતાના દસ્તાવેજ અને ડોલર પણ બળી ગયા છે. આ આગની ઘટનાને કારણે રણોત્સવમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
