અમદાવાદ
અમદાવાદમાં ભારે વરસાદ બાદ રોડ-રસ્તાં ધોવાયાં હતા. ત્યારે બાપુનગર વિસ્તારમાં પણ રોડ પર ભુવો પડ્યો હતો..ત્યારે મનપાના પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખુલી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પડેલા પહેલા જ વરસાદમાં તંત્રની પ્રિ મોનસુન કામગીરી ખુલ્લી પડી છે. ચાલુ વર્ષે એ.એમ.સી દ્વારા રોડ રસ્તાઓ પાછળ 90 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પણ આ ખર્ચાઓ ક્યા જાય છે..? તંત્ર ક્યારે આ મામલે સજાગ થશે? ક્યા સુધી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. ? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..ત્યારે આ સમસ્યાનો ઉકેલ હવે ક્યારે આવે છે..તે જોવુ રહ્યુ.

તો બીજીબાજુ શુક્રવારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદને કારણે જીવરાજ પાર્ક વિસ્તારમાં 20 ફૂટ જેટલો ભૂવો પડ્યો છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી એપીએમસી જતા રસ્તા પર 20 ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો છે.
https://api.mantavyanews.in/ahmedabadcorruption-in-the-name-of-pre-monsoon-operation/
જેને કારણે ટ્રાફિકની સમસ્ચામાં વધારો થયો હતો. અમદાવાદમાં પડેલા પહેલા જ વરસાદમાં તંત્રના પ્રિ મોનસુન કામગીરી ખુલ્લી પડી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાત નજીક આવતાની સાથે રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી થઇ છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 49 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાત પર સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલા વરસાદી સિસ્ટમ નબળી પડી ગઇ છે. જેથી સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે કે વરસાદનું જોર ઘટશે.
દક્ષિણ ગુજરાતમાં હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો ઉતર ગુજરાતમાં 25 જુલાઈએ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી મધ્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
