Not Set/ અમદાવાદ/ શહેર કોટડા વિસ્તારમાં ઘરમાં સલૂન ચલાવતા ઇસમની ધરપકડ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. અત્યારે અમદાવાદમાં પણ કોરોના વાઈર્સેનો રાફડો ફાટ્યો છે.  અમદાવાદમાં કોરોના પોઝિટીવની સંખ્યા ૬૦૦૦ને પાર કરી ચુકી છે. કોરોના વાઇરસને ડામવા માટે  અમદાવાદ ના નવનિયુક્ત મ્યુ. કમિશ્નર દ્વારા દૂધ અને દવા સિવાય તમામ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. જેમાં હેર કટિંગ સલુન નો પણ સમાવેશ થાય છે. ત્યારે […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. અત્યારે અમદાવાદમાં પણ કોરોના વાઈર્સેનો રાફડો ફાટ્યો છે.  અમદાવાદમાં કોરોના પોઝિટીવની સંખ્યા ૬૦૦૦ને પાર કરી ચુકી છે. કોરોના વાઇરસને ડામવા માટે  અમદાવાદ ના નવનિયુક્ત મ્યુ. કમિશ્નર દ્વારા દૂધ અને દવા સિવાય તમામ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. જેમાં હેર કટિંગ સલુન નો પણ સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદ ખાતે શહેર કોટડા પોલીસ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે કાકડિયા હોસ્પિટલ સામે યોગ્ય સ્વરૂપ એપાર્ટમેન્ટમાં એક શખ્સ હેર કટીંગ સલૂન ચલાવી રહ્યો છે.

જેને આધારે પોલીસે અહીં જઈને તપાસ કરતા પ્રશાંત એનજી નામનો યુવક હેર કટીંગ સલૂન ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.