Ahmedabad News/ હાઈકોર્ટે મેજિસ્ટ્રેટ સુજીત કુમારને ખખડાવ્યા, ‘ડાઇંગ ડેક્લેરેશન’ લેવા ન જતાં નારાજ થઈ કોર્ટ

જજે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આવી વર્તણૂક મેં મારી કેરિયરમાં જોઈ નથી

Gujarat Ahmedabad

Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ગંભીર પ્રકારના કેસમાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સુજીત કુમારની કામગીરી પર નારાજગી વ્યક્ત કરને તેમનો ઉધડો લીધો હતો. એક મહિલાનું મૃત્યુ પૂર્વેનું નિવેદન (ડાઈંગ ડેકલેરેશન) સંદર્ભે

ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે દાખવેલી બેદરકારી સાથે સંલગ્ન છે. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સુજીત કુમાર આમહિલાનું ડાઈંગ ડેકલેરેશન લેવા ગયા ન હતા અને પોતાની ઓફિસમાં બેસી રહ્યા હતા. અહીંથી જ તેમણે માત્ર એન્ડોર્સમેન્ટ આપી દીધું હતું, આ બાબત તેમની ફરજમાંદાખવેલી બેદરકારી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું.

“આવા લોકોને સંવેદનશીલ કામ સોંપવા બદલ ખેદ છે.” એવી ટિપ્પણી હાઈકોર્ટે કરી હતી. તેમણે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સુજીત કુમારને અસંવેદનશીલ ગણાવ્યા હતા. તે સિવાય હાઈકોર્ટના જજે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આવી વર્તણૂક મેં મારી કેરિયરમાં જોઈ નથી.હાઈકોર્ટે આ બેદરકારી બદલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સુજીત કુમારને સમગ્ર મામલે લેખિત ખુલાસો રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:હાઈકોર્ટનો રાજ્ય સરકારને ઉધડો લીધો, ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સામે કડક ટકોર

આ પણ વાંચો:હાઈકોર્ટે MICAના વિધાર્થીના હત્યા કેસમાં આરોપીના જામીન નકાર્યા

આ પણ વાંચો:મોરબીના સાહિલ માજોઠીનો યુક્રેન આત્મસમર્પણ કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો!