Rajkot News/ EDએ રાજકોટનાં કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી

સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા અને અન્ય 2 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટના કૌભાંડીઓ સામે EDએ કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા અને અન્ય 2 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. તે સિવાય સાગઠિયાની પત્ની ભાવના અને પુત્ર કેયુર પણ ED ના ચક્રવ્યૂહમાં ફસાયા છે.

તપાસમાં કૌભાંડી સાગઠિયાની પત્ની અનેક મિલકતોમાં સહ માલિક તરીકે મળી આવી છે. જ્યારે પુત્રના નામે પણ અનેક મિલકતો મળી આવી છે. બીજીતરફ કેયુર સાગઠિયાની અનેક મિલકતોમાં અલ્પેશ ચાવડા નામના વ્યક્તિની ભાગીદારી મળી આવી છે.

જેને લઈને EDએ પ્રોસિક્યુશન કમ્પેલન દાખલ કરી છે. બાદમાં અમદાવાની સ્પેશિયલ કોર્ટમાં ED એ PC ની ફરીયાદ દાખલ કરી છે. મનસુખ સાગઠિયા અને અન્ય બે વિરુદ્ધ PMLA એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ એસીબીની અપ્રમાણસર મિલકતની ફરિયાદના આધારે EDએ કાર્યવાહી કરી છે.

સસ્પેન્ડ TOP સાગઠિયા પાસેથી રૂ.25 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જેમાં નાણાનો ઉપયોગ સ્થાવર મિલકતની ખરીદીમાં થયો હોવાનું બહાર આવ્યું હતું.આમ EDએ કૌભાંડી TPO મનસુખ સાગઠિયા તથા અન્ય બે સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: TRP ગેમ ઝોન કેસમાં મનસુખ સાગઠિયાને મળ્યા જામીન, સુપ્રીમ કોર્ટ માંથી મળી રાહત

આ પણ વાંચો: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં વધારો, EDની તપાસ માટે RMC પાસે મંજૂરી માગી

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની પૂછપરછ શરૂ, ED તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના