Junagadh News : કેન્દ્રીય સ્પોર્ટ્સ અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવીયા અધ્યક્ષ સ્થાને પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ-2025ના સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક 2036 ને ધ્યાન રાખી ભારત (India) સરકારની 25000 જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમ છે, આ માટે ભારત (India) સરકાર જરૂરી રોડમેપ બનાવવામાં આવ્યો છે સાથે જ ખેલાડીઓના કૌશલ્યો વધુ નિખારે તે માટે સ્પોર્ટ્સ ટેકનોલોજીના ઉપયોગ, કોચિંગ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

જૂનાગઢ ખાતેના સરદાર પટેલ સંકુલ ખાતે આયોજિત આ સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને દેશભરમાં જુદા જુદા સ્થળોએ સંસદ ખેલ મહોત્સવમાં સહભાગી બનેલા રમતવીરો સાથે સંવાદ સાધી, ખેલના મેદાનમાં ભારતનો પરચમ લહેરાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી, તેમણે રમત ગમતના સંદર્ભમાં યુવા નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ પણ વાત કરી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, રમત રમતના ક્ષેત્રમાં કોઈપણ ખેલાડી વિજેતા બને છે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ભારત(India) નો તિરંગો ફહેરાવે ત્યારે તે ગૌરવ માત્ર ખેલાડી પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ભારત(India)ના 140 કરોડ લોકો ગૌરવ અનુભવે છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી જન પ્રતિનિધિઓને સીધું રમતવીરો અને યુવાનો સાથે જોડાવાનો અવસર મળ્યો છે, પોરબંદર લોકસભા હેઠળના 7 વિધાનસભા ક્ષેત્રોના 12 થી 82 વર્ષના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક જુદી જુદી રમતોમાં સહભાગી બની ખેલ સંસ્કૃતિને આગળ વધારી છે. આ સાંસદ ખેલ મહોત્સવમાં 38000 જેટલા રમતવીરોએ રજીસ્ટ્રેશન કર્યું હતું.
ખેલ દ્વારા સંસ્કારોનું પણ સિંચન થાય છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસવાની સાથે રમત હાર પચાવતા પણ શીખવે છે.
.
તેમણે કહ્યું કે, ખાસ ગ્રામીણ વિસ્તારમાં ખડતલ, મહેનતુ અને મજબૂત બાંધાના લોકો હોવાથી ખેલના મેદાનમાં પંચમ લહેરાવવાની પૂર્ણ ક્ષમતાઓ રહેલી છે, તેને સાંસદ ખેલ મહોત્સવ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન ખેલાડીઓના કૌશલ્યોના નિરીક્ષણ માટે સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, જે કૌશલ્યવાન ખેલાડીઓની નોંધ કરી તેમને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે ભારત સરકાર પૂરતી સહાય અને સુવિધાઓ આપશે.
ભારત(India) માં 290 સાંસદોએ ખેલ મહોત્સવનું આયોજન કર્યું હતું
કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાબ્દિક સ્વાગત કરી વર્ચ્યુઅલ કાર્યક્રમનું સંચાલન કરતા કહ્યું હતું કે, ખેલ વિકલ્પ નથી પણ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે, સમગ્ર ભારત(India) માં 290 સાંસદોએ ખેલ મહોત્સવનું આયોજન કર્યું હતું, તેમાં એક કરોડથી વધુ પ્રતિભાગીઓ જોડાયા હતા. સાથે જ વડાપ્રધાનની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્સ મૂવમેન્ટ બની છે. તેમ જણાવ્યું હતું.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રમત રોજબરોજના જીવનનો અભિન્ન ભાગ બને તેવો સંકલ્પ લેવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, શરીરને જેટલી ઊંઘ અને આરામની જરૂર છે, તેટલા જ શ્રમ અને પરસેવો પાડવાની પણ જરૂરિયાત છે, મેદાનમાં રમતો રમવાથી જરૂરથી સ્વાસ્થ્ય સારું બને છે. તેમણે એમ પણ કહ્યું કે, સાંસદ ખેલ મહોત્સવ વગેરે અભિયાન દ્વારા રમત ગમત માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું થયું છે. ખાસ અહીંના સશક્ત અને મહેનતુ લોકોમાં રમત ગમતના ક્ષેત્રે આગળ વધી શકે તે માટે પૂરી ક્ષમતા રહેલી છે.
કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સાંસદ ખેલ મહોત્સવના વિજેતા ખેલાડીઓ અને ટીમોને પ્રમાણપત્ર ટ્રોફી અને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
.
આ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા ખેલાડી કુ. પ્રિયંકાબેન ગોસ્વામીની વિશેષ પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા એ શાબ્દિક સ્વાગત અને આભાર વિધિ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ કરી હતી.
આ પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્ય સંજય કોરડીયા, અરવિંદ લાડાણી, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, ઉપરાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ, અગ્રણી પુનિત શર્મા સહિતના પદાધિકારી- અધિકારી અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
