Surat News/ સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મની ઘટના, રાજ્યમાં નવરાત્રિમાં ગેંગરેપનો બીજો બનાવ

સુરતના માંગરોળ (Mangrol) ના બોરસરણ  ગામની સીમમાં સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. રાત્રે સગીરા તેના એક મિત્ર સાથે ઉભી હતી, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથે મિત્ર યુવકને માર માર્યો હતો.

Gujarat Top Stories Surat Breaking News

Surat: સુરતના માંગરોળ (Mangrol) ના બોરસરણ  ગામની સીમમાં સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. રાત્રે સગીરા તેના એક મિત્ર સાથે ઉભી હતી, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથે મિત્ર યુવકને માર માર્યો હતો. બાદમાં, તેઓ તેને નજીકના નિર્જન સ્થળે લઈ ગયા અને દુષ્કર્મ આચર્યું. ત્રણ પૈકી એક પર આ ગુનાને અંજામ આપવાની શંકા છે. અન્ય બે લોકોએ ગુનો કર્યો છે કે કેમ તે તપાસનો વિષય છે.

રાજ્યમાં હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. મોડી રાત સુધી મહિલાઓ અને છોકરીઓ ઘરની બહાર રમવા માટે નીકળે છે. વડોદરાના ભાલિયાની યુવતી પર થયેલા સામૂહિક બળાત્કારનો આક્રોશ શમ્યો નથી ત્યારે રાજ્યના ગૃહમંત્રીના જિલ્લામાંથી સામૂહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે.

ઘટના બાદ સુરત જિલ્લા રેન્જ આઈજી, સુરત જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી અને કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ આરોપીઓને પકડવા માટે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે. હવે પીડિતાના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નિર્ભયાકાંડ ના આરોપીઓ બાદ, સુરત દુષ્કર્મના આરોપીને અપાશે ફાંસી, જાણો કયારે અને કયા..?

આ પણ વાંચો: ખારાઘોડા ગામે હિન્દુસ્તાન સોલ્ટ લીમિટેડે ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં રોષ

આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષ બાળકી સાથે સ્કુલમાં થઇ ક્રુરતા, જાણીને તમે પણ રડી પડશો…