Gujarat News : ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા યોજશે. આગામી 1 થી 13 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં દેખાવો યોજાશે. 1 થી 5 નવેમ્બર સુધી કલેકટર મામલતદારોને આવેદનપત્ર આપવા ઉપરાંત પદયાત્રાઓ યોજાશે. 6 નવેમ્બરે તમામ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરાશે. સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ 6 નવેમ્બરે સોમનાથથી કરાશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેતી યાત્રાની 6 થી 13 નવેમ્બરથી સુધી ચાલશે. 13 નવેમ્બરે યાત્રાનું સમાપન દ્વારકામાં કરાશે.
દીવાળીના તહેવાર બાદ કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે ત્યારે ગુજરાત કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં આક્રમક વલણ અપનાવ્યું છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિકે અગાઉ રાજકોટની મુલાકાત લીધી હતી. , જ્યાં તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી કાર્યક્રમોની જાહેરાત કરી હતી.
કોંગ્રેસના નેતાઓએ નવા વર્ષની શરૂઆતમાં જ સરકાર વિરોધી આંદોલન છેડવાની જાહેરાત કરી હતી.અગાઉ રાજકોટમાં જનઆક્રોશ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બોટાદ ખાતે પણ ખેડૂત સંમેલન બોલાવવામાં આવ્યું હતું.
તે સમયેપ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા માવઠાને કારણે જગતના તાતની સ્થિતિ દયનીય બની છે. ખેતરોમાં પાણી ભરાવાથી તૈયાર પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, તેમ છતાં સરકાર ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખવાના બદલે અલગ વલણ અપનાવી રહી છે.
આ પણ વાંચો:AAPના MLA ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા
આ પણ વાંચો:આ ઇલેક્શનમાં AAP પાર્ટી મહેસાણા મનપાની ચૂંટણીમાં ઝંપલાવશે
આ પણ વાંચો:ભાજપના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડા AAPની સભામાં જોવા મળ્યા, ફોટા થયા વાઇરલ
