Not Set/ અંકલેશ્વરમાં રાજ્ય કક્ષાના મંત્રીના કાફલાને અટકાવવાનો પ્રયાસ, જાણો શું થયું પછી

અંકલેશ્વરમાંથી દારૂબંધીના કાયદાનો ખુલ્લેઆમ છેદ ઉડાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે જેના કારણે તંત્ર દોડતું થઇ ગયું હતું.

Gujarat Others
  • અંકલેશ્વરમાં દારૂબંધીના કાયદાનો છેદ
  • રાજ્ય કક્ષાના મંત્રીના કાફલાને અટકાવવાનો પ્રયાસ
  • મુકેશ પટેલની કાર આંતરીને ઉભો રહ્યો નસેડી
  • પોલીસ સ્ટાફ જોડે પણ કરી માથાકૂટ
  • અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ

અંકલેશ્વરમાંથી દારૂબંધીના કાયદાનો ખુલ્લેઆમ છેદ ઉડાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે જેના કારણે તંત્ર દોડતું થઇ ગયું હતું. નશામાં ધૂત એક કાર ચાલકે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના કાફલાને સુરતથી ગાંધીનગર તરફ જતાં હતા ત્યારે  સેલાડ વાડ પાસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.નોંધનીય છે કે પોલીસ સ્ટાફ દ્વારા સાયરન પણ વગાડવામાં આવ્યો હતો છતાં કારચાલકે  BMW કાર હટાવી ન હતી સાથે જ કોણ છે મંત્રી કહી માથાકૂટ પણ કરી હતી.આ સમગ્ર ઘટનાની ફરિયાદ ટ્રાફિક પોલીસે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.

આ પણ વાંચો : યુક્રેનના સુમિ ખાતે ફસાયા 400 વિદ્યાર્થીઓ, યુધ્ધને લઈ વ્યાપ્યો ભયનો માહોલ

આ પણ વાંચો :વિકાસ ગાંડો થયો: અમદાવાદના તૂટેલા રોડની પાંચ વર્ષથી સમસ્યા

આ પણ વાંચો : રાજકોટના ઉધોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા

આ પણ વાંચો :શું ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક રમશે ગુજરાત સરકાર, આ સ્કીમ અંગે આવશે ખાસ સમાચાર