Not Set/ ક્યાંક ઘર્ષણ,ક્યાંક ચક્કાજામ, પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો..?

અમદાવાદ, ભારત બંધને લઇને સાવરકુંડલા શહેરમા કોંગ્રેસને મોટો પ્રતિસાદ જોવા મળ્યો. સાવરકુંડલા શહેરની મુખ્ય બજારો સ્વયંભુ વેપારી દ્વારા બંધ કરવામાં આવ્યુ. સાવરકુંડલાની અનેક ખાનગી શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી. દહેગામમાં કોંગ્રેસ દ્વારા બંધમાં કરવામાં આવ્યુ. પેટ્રોલ પંપ ખુલ્લો હોવાથી કોંગ્રેસના કાર્યકરો દ્વારા પંપ બંધ કરાવ્યો. દહેગામના માર્કેટ યાર્ડ વિસ્તારમાં સ્કૂલો અને કોલજો પણ બંધ […]

Top Stories Gujarat Videos

અમદાવાદ,

ભારત બંધને લઇને સાવરકુંડલા શહેરમા કોંગ્રેસને મોટો પ્રતિસાદ જોવા મળ્યો. સાવરકુંડલા શહેરની મુખ્ય બજારો સ્વયંભુ વેપારી દ્વારા બંધ કરવામાં આવ્યુ. સાવરકુંડલાની અનેક ખાનગી શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી. દહેગામમાં કોંગ્રેસ દ્વારા બંધમાં કરવામાં આવ્યુ. પેટ્રોલ પંપ ખુલ્લો હોવાથી કોંગ્રેસના કાર્યકરો દ્વારા પંપ બંધ કરાવ્યો.

દહેગામના માર્કેટ યાર્ડ વિસ્તારમાં સ્કૂલો અને કોલજો પણ બંધ કરાવી. દહેગામ મુખ્ય બજારમાં વેપારીઓએ બંધ પાડ્યું. કમિનીબા રાઠોડ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધને સફળ બનાવવા રસ્તા પર આવ્યા ત્યારે અમદાવાદના ખાનપુરમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયુ.

ખાનપુરમાંથી કોંગ્રેસ નેતાની અટકાયત કરાઇ. રાજેશ બહ્મભટ્ટની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે દ્વારકામાં પણ ભારત બંધ ના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ત્યારે આણંદમાં પણ કોંગ્રેસ દ્વારા બંધનો ફિયાસ્કો દેખાયો હતો. આણંદ શહેરના વ્યાપારીઓ દ્વારા બંધ કરાયો હતો.

જોકે કેટલીક જગ્યાએ સ્કૂલ અને કોલેજ તેમજ પેટ્રોલ પંપ રાબેતા મુજબ ચાલુ નજરે પડ્યા હતા..ગોંડલમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. ત્યારે ભારત બંધના એલાનને ગોંડલમાં સફળતા મળી નહોતી.

ત્યારે ગોંડલ શહેરની બજારો ખુલ્લા રહેતા કોંગ્રેસના કાર્યકરો દુકાનો બંધ કરવા નીકળ્યા…ભાજપ સરકાર વિરુદ્ધમાં કોંગ્રેસના કાર્યકરોએ નારાબાજી કરીને વેપારીઓને બંધ પાળવાની  અપીલ કરી હતી…