Not Set/ રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી શરૂ, ક્રાઈમબ્રાંચે શખ્સની કરી ધરપકડ, 39 ઇન્જેક્શન કર્યા કબ્જે

વૈશ્વીક મહામારીએ આજે પૂરૂ રીતે લોકોનાં જીવનને પ્રભાવિત કર્યુ છે. આ વાયરસનાં કારણે રાજ્યમાં એક તરફ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનો લાગી રહી છે….

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

વૈશ્વીક મહામારીએ આજે પૂરૂ રીતે લોકોનાં જીવનને પ્રભાવિત કર્યુ છે. આ વાયરસનાં કારણે રાજ્યમાં એક તરફ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનો લાગી રહી છે, તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પણ હજારો લોકો વલખા મારી રહ્યા છે. તેવામાં અનેક લાલચુ લોકો પરિસ્થિતીમાં પણ પોતાનાં આર્થિક લાભ માટે ગેરરિતી કરી રહ્યા છે.

અમદાવાદનાં એરપોર્ટ વિસ્તારમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી કરતા શખ્સની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ઈન્જેક્શનની કાળા બજારી અટકાવવા આપેલા સુચનો અન્વયે ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસમાં હતી ત્યારે ટીમને બાતમી મળી હતી કે વસ્ત્રાપુરમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતો જસ્ટીન પરેરા નામનો શખ્સ ઈન્જેક્શનની કાળાબજારી કરે છે. જેથી ક્રાઈમબ્રાન્ચે બોગસ ગ્રાહક ઉભો કરે તેને ભાઈની સારવાર માટે 3 રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર છે તે રીતે આરોપીને સંપર્ક કર્યો હતો. આરોપીએ 5400 ની એમઆરપીનાં ઈન્જેક્શન 8500 રૂપિયામાં આપવાનું કહીને ત્રણ ઈન્જેક્શનનાં 25 હજાર 500 રૂપિયા લીધા હતા. જે બાદ બીજા દિવસે એરપોર્ટ વિસ્તારમાં ટર્મીનલ એકનાં પાંચ નંબરના ગેટ પાસે આવીને ઈન્જેક્શનની ડિલિવરી આપતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી 1.89 લાખની કિંમતનાં 39 રેમડેસિવિર ઈન્જેક્શન કબ્જે કર્યા હતા.

આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે આરોપી જે.વી કોન્વેન્ચર્સ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની ધરાવી માસ્ક અને સેનેટાઈઝરનો વ્યવસાય કરે છે, જેથી તેનો સંપર્ક રિઝન્ટ હેલ્થ કેર મેમનગરનાં ડાયરેક્ટર વિવેક હુંડલાણી સાથે થયો હતો..અને છેલ્લાં 10 દિવસથી આરોપી જસ્ટીન પરેરા દિલ્હીથી રિઝન્ટ હેલ્થ કેરના નામે ઈન્જેક્શન લાવતો હતો અને ઉંચા ભાવે વેચતો હતો. અગાઉ આરોપીએ દિલ્હીથી અગાઉ 358 ઈન્જેક્શનની ખરીદી કરી લાવી તેને અમદાવાદ અને અન્ય રાજ્યોમાં ઉંચા ભાવે વેચી દિધા છે. આ મામલે ક્રાઈમબ્રાંચે અન્ય આરોપીની તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ