Gujarat News/ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0,ગુજરાતમાં સૌને પોસાય તેવા મકાનોનું સપનું સાકાર થશે

ગુજરાતમાં આ યોજનાને વ્યાપક સ્તરે અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના દ્વારા રાજ્યના 135 શહેરોમાં 21,000થી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ચૂકી છે.

Top Stories Gujarat Breaking News

Gujarat News: શહેરોમાં ઝડપથી વધતી વસતિને કારણે મકાનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધતી જતી માંગને પહોંચી વળવા અને આર્થિક રીતે નબળા વર્ગો, ઓછી તથા મધ્યમ આવક ધરાવતા પરિવારો તેમજ સ્થળાંતર કરીને આવેલા લોકોને પોસાય તેવા ભાવે મકાનો અને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 (PMAY-U 2.0) શરૂ કરી છે. ગુજરાતમાં આ યોજનાને વ્યાપક સ્તરે અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના દ્વારા રાજ્યના 135 શહેરોમાં 21,000થી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ચૂકી છે. આ યોજના શહેરી વિસ્તારોમાં રહેતા લોકોના ઘરના સપનાને હકીકતમાં બદલવાનું માધ્યમ બનશે.

PMAY-U 1.0ની સફળતા બાદ, જેમાં ગુજરાતમાં 9 લાખથી વધુ આવાસો મંજૂર થયા અને તેનું નિર્માણ પૂર્ણ થયું, PMAY-U 2.0 હેઠળ ડિમાન્ડ આધારિત આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ યોજના હેઠળ ગુજરાતના તમામ શહેરોમાં આવાસો ઊભા કરવાનો પ્રયાસ છે, જેમાં ચાર પ્રકારના મકાનોનું નિર્માણ થશે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં આ ચારેય પ્રકારના મકાનોને મંજૂરી મળી છે, જે રાજ્યની પ્રગતિનું પ્રતીક છે.

આ યોજના હેઠળ આ વર્ષે સબસિડીની રકમમાં 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે લાભાર્થીઓ માટે મોટી રાહત છે. અત્યાર સુધીમાં 74,955 અરજીઓ મળી છે, જેમાંથી 21,000થી વધુ અરજીઓ મંજૂર થઈ ચૂકી છે. માર્ચ 2026 સુધીમાં 42,000 અરજીઓ મંજૂર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોર્પોરેશન, નગરપાલિકાઓ અને શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને લક્ષ્યાંક સોંપવામાં આવ્યા છે.

અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે ઘરે-ઘરે જઈને અરજીઓ ભરવામાં આવતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારે PMAY-U 2.0 માટે યુનિક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. લાભાર્થીઓ આ પોર્ટલ http://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx પર જઈને ‘Apply for PMAY-U 2.0’ વિકલ્પ દ્વારા સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોર્ટલે અરજી પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવી છે, જેનાથી લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ લેવામાં સરળતા રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી

આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો

આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન