Surat News/ સુરતના લિંબાયતમાં ફરી એક હત્યાનો બનાવ, યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

આ હુમલો એટલો ઘાતક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત  (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર હિંસાની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. લિંબાયતના આસ્તિક નગર વિસ્તારમાં રહેતા અરુણ નામના યુવકની ચપ્પુના ઘા ઝીંકી નિર્દયી હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ફેલાવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ હત્યાનો બનાવ લિંબાયતના આસ્તિક નગર વિસ્તારમાં બન્યો હતો. અરુણ નામના યુવક પર અજાણ્યા હુમલાખોરે ચપ્પુ વડે હુમલો કર્યો અને તેના પર અનેક ઘા ઝીંક્યા હતા.આ હુમલો એટલો ઘાતક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી.

લિંબાયત પોલીસે ઘટનાસ્થળ પરથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારની શોધખોળ શરૂ કરી છે અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી રહી છે. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ પોલીસે આ ઘટનાને અંગત અદાવત, જૂની દુશ્મની કે અન્ય કોઈ સંઘર્ષ સાથે જોડાયેલી હોવાની શક્યતા વ્યક્ત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:ભાવનગરમાં પરીણિતા સાથે વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ