પૂણે: પૂણેમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટઇન્ડિઝ (IND vs WI) વચ્ચેની ત્રીજી વનડેમાં વેસ્ટઇન્ડિઝે 44.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 238 રન બનાવી લીધા છે. રોવમેન પોવેલ (4 રન)ને કુલદીપ યાદવે રોહિત શર્માના હાથમાં કેચ કરાવીને પેવેલિયનમાં પરત મોકલ્યો હતો.
આ અગાઉ 111 રન પર વિન્ડીઝની ચોથી વિકેટ પડી હતી. શિમરોન હેટમેયર 37 રન બનાવીને ચાઈનામેન કુલદીપ યાદવની બોલ પર ધોનીના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. જયારે 55 રનના સ્કોર પર વેસ્ટઇન્ડીઝે પોતાની ત્રીજી વિકેટ ગુમાવી હતી. માર્લોન સેમ્યુઅલને (નવ રન) ખલીલ અહમદે પોતાનો શિકાર બનાવ્યો હતો, મહેન્દ્રસિંહ ધોનીએ તેનો કેચ પકડ્યો હતો.
જયારે 38 રનના સ્કોર પર વિન્ડીઝને બીજો આંચકો લાગ્યો હતો. આક્રમક બની રહેલા કિરોન પોવેલ (21 રન)ને જસપ્રિત બૂમરાહે આઉટ કરીને તેને પેવેલિયનમાં પરત મોકલ્યો હતો. રોહિત શર્માએ પોવેલનો શાનદાર કેચ પકડ્યો હતો. આ અગાઉ 25 રનના સ્કોર પર વેસ્ટઇન્ડિઝને પહેલો આંચકો લાગ્યો હતો. ચંદ્રપોલ હેમરાજ (15 રન)ને જસપ્રિત બૂમરાહે પેવેલિયનમાં પરત મોકલ્યો હતો. ધોનીએ તેનો એક બહેતરીન કેચ પકડ્યો હતો. વેસ્ટઇન્ડિઝ તરફથી પોવેલ અને ચંદ્રપોલે ઈનિંગનો પ્રારંભ કર્યો હતો.
આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વનડેમાં વેસ્ટઇન્ડિઝ સામે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડે મેચ જીતીને આ શ્રેણીમાં 1-0 થી બઢત મેળવી લીધી છે. જયારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચ ટાઈ રહી હતી.
Captain @imVkohli wins the toss and elects to bowl first in the 3rd ODI against Windies at Pune.#INDvWI pic.twitter.com/OTBoRAak5y
— BCCI (@BCCI) October 27, 2018
આ મેચમાં ભારતે તેની અંતિમ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે. ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાના સ્થાન પર ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બૂમરાહ અને ખલીલ અહમદનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વેસ્ટઇન્ડિઝની ટીમમાં પણ આ મેચ માટે એક ફેરફાર કરવામાં આવ્યો છે. અંતિમ ઈલેવનમાં ફેબિયન એલીનને દેવેન્દ્ર બિશૂના સ્થાને સામેલ કરવામાં આવ્યો છે. એલીન પોતાની પહેલી વનડે મેચ રમશે.
બીજી મેચમાં બોલિંગની દુર્દશા જોતા પસંદગીકારોએ બાકીની ત્રણ વનડે મેચ માટે બૂમરાહ અને ભુવનેશ્વર કુમારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને બોલરો રમતના નાના સ્વરૂપમાં પોતાની સટીક લાઈન લેન્થ અને કરકસર ભરી બોલિંગની માટે ઓળખાય છે.
ભારતે બીજી વનડેમાં ભારતે વેસ્ટઇન્ડિઝ સામે 321 રન બનાવ્યા હતા, પરંતુ વિન્ડીઝના ખેલાડીઓએ ભારતીય બોલરોની ધોલાઈ કરીને એટલો જ સ્કોર બનાવી લીધો છે. મોહમ્મદ શમીને બાકીની ત્રણ મેચ માટે બહાર કરી દેવામાં આવ્યો છે.
The #MenInBlue are all geared up for the 3rd ODI.
Will they make it 2-0 against the Windies today?#INDvWI pic.twitter.com/fkBeCOSNVg
— BCCI (@BCCI) October 27, 2018
વિન્ડીઝની ટીમ ગત મેચના પ્રદર્શનના કારણે આત્મવિશ્વાસ ભરપૂર છે. ખાસ કરીને બેટિંગમાં. શાઈ હોપ અને શિમરોન હેટમેયરે જેવી રીતે ગત મેચમાં બેટિંગ કરી હતી, કેપ્ટન જેસન હોલ્ડર ઈચ્છશે કે આ બંને ખેલાડીઓ પોતાનું આ ફોર્મ યથાવત રાખે.
