Sabarkantha News/ સાબરકાંઠામાં દારૂના જથ્થા સાથે 11.72 લાખનો મુદ્દામાલ ઝડપાયો

પોલીસે એક શખ્સની ધરપકડ કરી ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Gujarat Others

Sabarkantha News : સાબરકાંઠાના ઈડરથી વિજયનગર તરફ જતા હાઈવે પર એદાખોખરા બસ સ્ટેન્ડ પાસેથી ક્રેટા કારમાં દારૂનો જથ્થો લઈને કેટલાક શખ્સો જવાના હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ને મળી હતી. આ માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને ક્રેટા કાર અટકાવી હતી. કારમાં તપાસ કરતા અંદરથી રૂ,168,700 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂનો જથ્થો, કાર મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂ. 11,73,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ઉદેપુરના કાર ડ્રાઈવર અરવિંદકુમાર એસ.બરાંડાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનારા ઉદેપુરના મનીશસિંઘ એસ.ડામોર તથા અમદાવાદમાં દારૂનો જથ્થો મંગાવનારા શખ્સ સહિત ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કાર્યવાહી એસએમસીના પીએસઆઈ વી.એન.પંડ્યા અને તેમની ટીમે કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, લેપ્ટોસ્પાઈરોસિસના બે કેસ નોંધાતા તંત્ર હરકતમાં

આ પણ વાંચો:સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં

આ પણ વાંચો:શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો