Surat News: સુરતમાં (Surat) વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેર અને જિલ્લામાં લેપ્ટોસ્પાઈરોસિસના (Leptospirosis) બે કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. બંને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આંજણાની (Anjana) 60 વર્ષીય વૃદ્ધા અને બમરોલીનો 35 વર્ષીય યુવક લેપ્ટોસ્પાઈરોસિસના ચપેટમાં આવ્યા છે. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં વરસાદ રોકાયા બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. સરકારી હોસ્પિટલમાં OPDમાં કેસોની સંખ્યા પણ વધી રહી છે. આંજણાની વૃદ્ધાને લેપ્ટોસ્પાઈરોસિસના લીધે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 35 વર્ષીય યુવકની તબિયત હાલમાં સ્થિર છે.

વરસાદના વિરામ બાદ ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મૂકે છે. જે બાદ તેઓ 7થી 10 દિવસમાં પુખ્ત મચ્છર બને છે અને લોકોમાં રોગ ફેલાવે છે. શહેરી વિસ્તારોમાં સાફસફાઈનો અભાવ, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીના લીધે ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છરની ઉત્પતિ વધતી જાય છે.
સ્પાઈરોશેટ્સ બેક્ટીરીયાના લીધે લેપ્ટોસ્પાઈરોસિસ રોગ થાય છે. જે એક ચેપી રોગ ગણવામાં આવે છે. લેપ્ટોસ્પાઈરોસિસના પ્રાથમિક લક્ષણોમાં માથાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, તાવ આવવો વગેરે છે. બાદમાં ચેપગ્રસ્ત વ્યક્તિની કિડનીને અસર કરે છે જેના કારણે દર્દીનું મોત પણ થઈ શકે છે.
આ પણ વાંચો:સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં
આ પણ વાંચો:વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો
