Surat News: સુરત જીલ્લામાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. વરસાદે વિરામ લેતાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી ન નીકળે તે માટે કામગીરી હાથ ધરી છે.
આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદથી કેટલીય જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે. વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળતો હોય છે ત્યારે અગમચેતીના ભાગરૂપે વરસાદે વિરામ લેતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. રોગચાળો ન ફાટી નીકળે તે માટેની કામગીરી હાથ ધરી છે. કામરેજના પાસોદરા સહિતના ગામોમાં આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી છે. આરોગ્યની ટીમ દ્રારા દવાનો છંટકાવ કરાયો છે.
બીજી બાજુ સુરતમાં રોગચાળાથી 6 મહિનાના બાળક સહિત ત્રણના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. થોડા દિવસ પહેલા ઠેર ઠેર ગંદા પાણી અને કાદવની સ્થિતિના કારણે રોગચાળાએ માથુ ઉચક્યું હતું, સામાન્ય રીતે વરસાદ બાદ 14થી 20 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ જાગૃત રહી ધરની સાફસફાઈ કરવી જરૂરી છે. સુરત મનપા તંત્ર દ્વારા જૂન માસથી રહેણાંક-કોમર્શિયલ મિલકતોમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.
આ પણ વાંચો:બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ સહિત પીએસઆઇ ને ઇજા
આ પણ વાંચો:રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કરેલ કામગીરી
આ પણ વાંચો:એક પેડ માઁ કે નામ”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ