Gujarat News : ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ નો જથ્થો આવતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી જેમા બુટલેગરો એ પોલીસ ઉપર પથ્થરમારો કરતા પીએસઆઇ સહિત પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા.ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે મધ્યપ્રદેશમાંથી જંગલના રસ્તે વિદેશી દારૂનો જથ્થો બાઈકો ઉપર આવતો હોવાની બાકી ધાનપુર પોલીસને મળતા ધાનપુર પોલીસ વોચમાં હતી તે વખતે બુટલેગરો વિદેશી દારૂ લઈને આવતા પોલીસ અને બુટલેગર વચ્ચે ધમાસણ સર્જાયુ જંગલ વિસ્તારમાં પોલીસ ઉપર બુટલેગરો એ પથ્થરમારો કરતા પીએસઆઇ સહિત એક કોન્સ્ટેબલ ને ઈજા કોન્સ્ટેબલ ગંભીર હોવાને લય સારવાર હેઠળ ખસેડાયો પોલીસે પાંચ જેટલી બાઇકો કબજે કરી મધ્ય પ્રદેશના બુટલેગરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે મધ્યપ્રદેશના ગોળ આંબા તરફથી જંગલના રસ્તે બાઈકો ઉપર મોટી માત્રામાં વિદેશી દારૂ આવવાનો હોવાની બાતમી ધાનપુર પોલીસને મળતા ધાનપુર પોલીસ મથકના પોલીસ કર્મી વીરસીંગભાઇ. સતિષભાઈ. પ્રકાશભાઈ દારૂની વોચ મા હતા ત્યારે બુટલેગરો આ વોચમાં બેઠેલી પોલીસને જોઈ જતા તેઓ બાઈકો લઈ પરત જંગલ તરફ ભાગતા આ પોલીસ દ્વારા તેઓનો પીછો કરતા બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરી દેતા જેમાં વીરસીંગભાઇ નામના પોલીસ કોન્સ્ટેબલને મોડાના ભાગે આંખની નીચેના ભાગે પથ્થર વાગી જતા તે લોહી લુહાણ હાલતમાં થઈ જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે તેમને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે બનાવવાની જાણ પીએસઆઇ ને થતા પીએસઆઇ એસ જે રાઠોડ ઘટના સ્થળે દોડી જતા તેને પણ ખભા ના ભાગે પથ્થર વાગતા ઈજા થવા પામી હતી જ્યારે બુટલેગર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ અને બુટલેગર સામસામે આવી ગયા ની જાણ જિલ્લા પોલીસને કરાઈ હતી.
જાણ થતા એલસીબી એસઓજી ડીવાયએસપી તેમજ દેવગઢ બારીયા સહિતની પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ જંગલ વિસ્તાર માં કોમ્બિંગ હાથ ધરતા બુટલેગરો બાઇકો મૂકી જંગલના રસ્તે નાસી છૂટ્યા હતા ત્યારે પોલીસે પાંચ જેટલી બાઈકો કબજે લઈ ગોળ આંબા ગામના બુટલેગર ને પોલીસે ઓળખી લીધા હતા જેમાં બાબુ જીગરીયા . ઈશ્વર જીગરયા લક્ષ્મણ પાર્સિંગ. રાહુલ ધુળસિંહ . રવિ ધુળસિંહ જાતે કીરાડ તમામ રહે ગોળ આંબા વિરૂદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે
આ પણ વાંચો: વાયનાડના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 413, PM મોદી પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત
આ પણ વાંચો: ‘વિનેશ ફોગટને સિલ્વર મેડલ વિજેતાને અપાતી તમામ સુવિધા અપાશે’ હરિયાણાના મુખ્યમંત્રીએ કરી જાહેરાત