Not Set/ વિકાસ રુટ પર આજ થી દોડશે નવી બસો

અમદાવાદ અને ગાંધીનગર શહેર ને સાંકળતી “વિકાસ રૂટ” સેવા માટે આજે 25 જેટલી નવી એસ.ટી બસો નો લોકાર્પણ સમારોહ આજે ગાંધીનગર મા યોજાયો હતો. વાહન વ્યહવાર મંત્રી આર.સી.ફળદુ એ ફ્લેગ બતાવી ને બસો નું લોકાર્પણ કરીયું હતું..આ બસો નું બોડી બિલ્ડીંગ પણ એસ.ટી.નિગમ દ્વારા જ કરાયું છે…આ બસો લેટેસ્ટ એમિસન નોમ્સ BS-I V મુજબ ની […]

Gujarat

અમદાવાદ અને ગાંધીનગર શહેર ને સાંકળતી “વિકાસ રૂટ” સેવા માટે આજે 25 જેટલી નવી એસ.ટી બસો નો લોકાર્પણ સમારોહ આજે ગાંધીનગર મા યોજાયો હતો.

વાહન વ્યહવાર મંત્રી આર.સી.ફળદુ એ ફ્લેગ બતાવી ને બસો નું લોકાર્પણ કરીયું હતું..આ બસો નું બોડી બિલ્ડીંગ પણ એસ.ટી.નિગમ દ્વારા જ કરાયું છે…આ બસો લેટેસ્ટ એમિસન નોમ્સ BS-I V મુજબ ની છે એટલે કે આ બસો થી પ્રદુષણ પણ ઘટશે અને ગુણવત્તાયુક્ત પરિવહન સેવા મળશે..અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે નોકરી ધંધા અર્થે અપ-ડાઉન કરતા લોકો ની સંખ્યા ખુબ મોટી છે.

તેમને આજ થી જ આ નવી બસો નો લાભ મળશે.હાલ 84 પોઈન્ટ પરથી અમદાવાદ ગાંધીનગરઃ વચ્ચે હાલ 7000 જેટલા લોકો મુસાફરી કરે છે.વાહનવયહવાર મંત્રી શ્રી ફળદુ એ જણાવ્યુ હતુ કે S.T ના ડ્રાઇવેરો ને ખાસ તાલીમ અપાયી રહી છે.મુસાફરો ની સલામતી માટે અમે કોઈ બાંધછોડ નથી કરતા એટલે લોકો હવે એસ.ટી.બસ મા વધુ ને વધુ મુસાફરી કરી કરવાનું પસંદ કરી રહિયા છે.પરિણામે એસ.ટી.નિગમ વધુ ને વધુ આવક મેળવી રહીયું છે.તાજેતર મા લોકરક્ષક પરીક્ષા મા 9 લાખ ઉમેદવારો હતા.આ તમામ ઉમેદવારો ને નિયત સમય મુજબ તેમના કેન્દ્ર ખાતે યોગ્ય સંચાલન દ્વારા એસ.ટી.નિગમે તેમની બસો દ્વારા પહોચડિયા હતા.

એસ.ટી બસો ની હડતાળ અંગે તેમને જણાવ્યુ હતુ કે અમે તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને અમે તેમની માંગણી મુજબ ફાઈલ તૈયાર કરીને નાણાં વિભાગ ને મંઝુરી અર્થે મોકલી આપી છે..એટલે તેમણે હડતાળ પાછી ખેંચી છે