કચ્છ
દેશભરમાં ચાલી રહેલી ટ્રક અને ટ્રાન્સપોર્ટસની હડતાળના પગલે સમગ્ર બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. કન્ટેનરોનું પરિવહન ઠપ રહેવાના કારણેકચ્છના બંદરોમાં કન્ટેઇનરોનો ભરાવો થયો હતો. તો કંડલા બંદર પર જહાજોના શિડ્યુલને પણ હડતાળની અસર પહોચી હતી. મુંદરા બંદરે 100 થી 150 જેટલા કન્ટેનરો ઠલવાયા હતા. જેને પગલે કચ્છના વેપારીઓને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
દેશવ્યાપી ટ્રાન્સપોર્ટ હડતાળના પગલે કચ્છના બંદરોમાં કન્ટેઇનરોનો ભરાવો થયો છે. તો હડતાલને પગલે માલ સામાન ના પહોંચવાથી કચ્છના બજારોમાં પણ માઠી અસર પડી છે.
બંદરની વાત કરીએ તો, મુંદરા બંદરે પ્રતિદિન 100થી 150 જેટલા કન્ટેનરો ઠલવાય છે. છેલ્લા બે-ત્રણ દિવસથી દેશના અન્ય શહેરોમાં કન્ટેનરોનું પરિવહન ઠપ જ રહેતું હોવાના કારણે આયાતી લાકડાંના કન્ટેનરોનો ભરાવો મુંદરા ખાતેના સીએફએસમાં થતો જાય છે.

એવી જ પરિસ્થિતિ કંડલા બંદર પર છે. હડતાળની અસર કંડલા – મુંદરા બંદરોના જહાજોના શિડયુઅલને પણ પડી હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. માલ સામાન બજારોમાં ના પહોંચવાથી બજારમાં પણ મંદીનો માહોલ છે. જેને પગલે કચ્છના વેપારીઓને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
