Gujarat Weather Update/ ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ, વરસાદી માહોલ વચ્ચે વધશે ઉકળાટ

ગુજરાત (Gujarat) માં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વચ્ચે આગામી બે દિવસ ભેજના કારણે બફારો વધવાની શક્યતા

Top Stories Gujarat
Gujarat

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જ્યારે અનેક જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ પણ અનુભવાઈ શકે છે.

આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ મુજબ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરત અને ભરૂચ જિલ્લામાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

ગરમીમાં ઘટાડો, પરંતુ ઉકળાટમાં વધારો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી ઉકળાટનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનોના પ્રભાવથી લોકો ગરમી કરતાં વધુ ભેજ અને બફારાનો અનુભવ કરી શકે છે.

રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદ અને ભાવનગરમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઇ શકે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

વિવિધ શહેરોનું મહત્તમ તાપમાન

અમદાવાદ – 40°C
ભાવનગર – 40°C
ગાંધીનગર – 39.1°C
વડોદરા – 39.2°C
સુરેન્દ્રનગર – 39.2°C
ડીસા – 37.6°C
સુરત – 35°C
દમણ – 37°C
ભુજ – 36.5°C
અમરેલી – 38.5°C
રાજકોટ – 38.5°C
પોરબંદર – 35.2°C

હવામાન વિભાગે લોકોને વરસાદ અને ઉકળાટ બંનેને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.


આ પણ વાંચો  : ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, 18 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

આ પણ વાંચો  : ચોમાસાની ફાઇનલ તારીખ મળી ગઈ! જાણી લો ગુજરાતમાં કયા દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ

આ પણ વાંચો  : રાજ્યમાં પ્રજા અસહ્યનીય ગરમી-ઉકળાટથી ત્રાહિમામ