Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

gujrat news/ ચોમાસાની ફાઇનલ તારીખ મળી ગઈ! જાણી લો ગુજરાતમાં કયા દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 2026 માં અલ નીનો સક્રિય થવાને કારણે ચોમાસું (Monsoon)નબળું રહેશે અને સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. ગુજરાતમાં 21 થી 25 જૂન વચ્ચે ચોમાસું બેસવાની સંભાવના છે, વાંચો વિગત.

June 16, 2026June 16, 2026Kavita Solanki
Gujrat Top Stories Gujarat
Monsoon

Gujarat Monsoon Forecast 2026: ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચોમાસાને લઈને થોડા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસા પર વૈશ્વિક આબોહવાની ઘટના ‘અલ નીનો’ (El Nino) નું ગ્રહણ જોવા મળશે, જેના કારણે રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની પૂરી શક્યતા છે. જોકે, અરબ સાગર અત્યારે નિષ્ક્રિય હોવાથી અને પશ્ચિમી પવનો નબળા પડવાના કારણે ચોમાસાની પ્રગતિ થોડી ધીમી પડી છે, જેના લીધે લોકોને જૂનના મધ્યમાં પણ આકરી ગરમી અને બફારો સહન કરવો પડી રહ્યો છે.

પેસિફિક મહાસાગરમાં અલ નીનો સક્રિય, 197 જિલ્લામાં એલર્ટ

હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ અનુસાર, ભૂમધ્ય પ્રશાંત મહાસાગર (Pacific Ocean) પર અલ નીનોની સ્થિતિ સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂકી છે અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન આ સિસ્ટમ વધુ મજબૂત બનશે. આ નબળા ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે દેશના 197 જિલ્લાઓમાં તાત્કાલિક આકસ્મિક આયોજન (Contingency Plan) અને મોનિટરિંગ માટે કડક સૂચનાઓ આપી દીધી છે.

ખેડૂતોને સરકારની ખાસ સલાહ

અલ નીનોની સૌથી વધુ ઘાતક અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે, જેના કારણે વરસાદમાં ભારે વધઘટ થશે. આ પરિસ્થિતિને જોતાં સરકારે ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરી છે કે તેઓ ખેતીમાં મોટું જોખમ લેવાના બદલે કઠોળ, જાડું ધાન્ય કે ઓછા પાણીએ અને ટૂંકા સમયમાં તૈયાર થઈ જાય તેવા પાકોનું જ વાવેતર કરે, જેથી મોટું આર્થિક નુકસાન ન થાય.

Monsoon

ગુજરાતમાં ક્યારે થશે Monsoonની વિધિવત એન્ટ્રી?

સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે પવનોની દિશા બદલાતા વિલંબ થયો છે. હવામાન વિભાગના લેટેસ્ટ મોડેલ્સ (NCMRWF) અનુસાર:

ગુજરાતમાં હવે 21 થી 25 જૂન 2026 દરમિયાન ચોમાસું (Monsoon) વિધિવત રીતે પ્રવેશે તેવી મજબૂત શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં 23 જૂન આસપાસ સત્તાવાર ચોમાસું બેસી જશે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ તે 25 જૂન પછી આગળ વધશે.

આગામી 7 દિવસ રાજ્યમાં પ્રી-મોન્સૂન વરસાદની આગાહી

એક તરફ ચોમાસું મોડું ચાલી રહ્યું છે, તો બીજી તરફ મધ્ય પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થયું છે. આ સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં બનનારા સંભવિત લો-પ્રેશરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે:

સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ (Monsoon)ચાલુ રહેશે.

18 થી 19 જૂન દરમિયાન વરસાદનો વ્યાપ વધતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા ઝાપટાં (Monsoon)પડી શકે છે. જોકે, ઉત્તર ગુજરાત અને કચ્છ પ્રદેશમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.


આ પણ વાંચો : આ તારીખે બેસશે ચોમાસું, અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની પણ કરી આગાહી

આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારોમાં સૌથી પહેલા પહોંચશે ચોમાસું, જાણો આગાહી

આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસું, અંબાલાલ પટેલે કરી વાવાઝોડા અને વરસાદની આગાહી

Post navigation

એરફોર્સ કર્મચારીની પત્નીનો ક્લાસમેટ પર બળાત્કાર, બ્લેકમેઇલ અને બળજબરીથી ધર્મપરિવર્તનનો આરોપ
ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, 18 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

More Posts

વિસ્તારકોની બીજેપીએ શરૂ કરી વિસ્તારક યોજના, તમામ બુથો પર ફરશે વિસ્તારકો

રાજકીય/ બીજેપીએ શરૂ કરી વિસ્તારક યોજના, તમામ બુથો પર ફરશે વિસ્તારકો

January 27, 2022padma prajay

ક્રાઈમ/ સુરતમાં જમવા બાબતે ઝઘડો, ત્રણ મિત્રોએ સાથે મળી એક મિત્રની કરી હત્યા

August 1, 2023Maya Sindhav

Surat News/ સુરતમાં રૂ. 2.33 કરોડની ઠગાઈ કરનાર આરોપી મુંબઈ એરપોર્ટથી ઝડપાયો

September 24, 2025Panara Mansi

New Delhi/ ઓક્સિટોસિન વાળુ દૂધ પીવાથી બાળકોનું પાચનતંત્ર ખરાબ થાય છે

May 4, 2024Nikunj Patel

Girsomnath News/ ગીર સોમનાથ ઉના-અંજાર રોડ પર આધેડની હત્યા

January 24, 2025January 24, 2025jani

#BJP_President/ ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, 3 મહામંત્રી અને ભાજપ ચૂંટણી અધિકારીઓ દિલ્હીથી યાદી લઈ પરત , થોડા દિવસમાં કરાશે જાહેરાત

January 8, 2025Yogesh Vaghela

Ahmedabad News/ અમદાવાદમાં ખાનગી બસોની એન્ટ્રી પર પ્રતિબધ જાળવતી સુપ્રીમ કોર્ટ

September 23, 2024jani

New Delhi/ PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા

January 27, 2025January 27, 2025Yogesh Vaghela

G7 Summit 2024/ G7 સમિટમાં ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોનીએ ભારતીય શૈલીમાં કર્યું મહેમાનોનું સ્વાગત

June 14, 2024Heena Dave
Exam

Gandhinagar News/ ધોરણ 10-12 બોર્ડ વિદ્યાર્થીઓને મોટી રાહત, પરીક્ષા ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો

December 22, 2025December 22, 2025Kinjal Pradipkumar Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy