Weather News/ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, 18 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

18 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ અને ઉત્તર ગુજરાત Gujarat) ના કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે.

Top Stories Gujarat
GUJARAT

Weather News:  ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 18 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 19 જૂન પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ફરી સૂકું રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાઈ શકે છે.

રાજ્યમાં ચોમાસાના આગમનની હજુ રાહ જોવાઈ રહી છે. જોકે વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી શકે છે.


આ પણ વાંચો : ચોમાસાની ફાઇનલ તારીખ મળી ગઈ! જાણી લો ગુજરાતમાં કયા દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ

આ પણ વાંચો : ગુજરાત સહિત 19 રાજ્યોમાં હવામાન વિભાગની ચેતવણી, આગામી 72 કલાક ભારે વરસાદ-વાવાઝોડાનો ખતરો