Not Set/ સાર્વજનિક ગણેશોત્સવ મનાવવા અંગેની મંજૂરી પરંતુ મૂર્તિકારોને ગ્રાહકના ઓર્ડરની રાહ

કોરોના કેસોમાં સૌથી મોટો ઘટાડો થતાં સરકાર દ્વારા સાર્વજનિક ગણેશોત્સવ મનાવવા અંગેની મંજૂરી આપવામાં આવી છે.જો કે મૂર્તિકારોને જોઈએ તેટલા ઓર્ડર મળ્યા નથી. 

Top Stories Gujarat

સંજય મહંત, સુરત@ મંતવ્ય ન્યૂઝ

રાજ્યમાં ગણેશોત્સવ ની ઉજવણીમેં લઈ ભક્તોમાં હમણાં સુધી અવઢવમાં હતા.મૂર્તિકારો પણ ચિંતિત બન્યા હતા.જો કે સરકાર દ્વારા મોડે મોડે  સાર્વજનિક ગણેશોત્સવ ની મંજૂરી આપવામાં આવી છે.કોરોના કેસોમાં સૌથી મોટો ઘટાડો થતાં સરકાર દ્વારા સાર્વજનિક ગણેશોત્સવ મનાવવા અંગેની મંજૂરી આપવામાં આવી છે.જો કે મૂર્તિકારોને જોઈએ તેટલા ઓર્ડર મળ્યા નથી.

સુરતમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં ગત વર્ષે સાર્વજનિક ગણેશોસત્વ ઉજવવા પર તંત્રએ મનાઈ ફરમાવી હતી.માત્ર પોતાના ઘરે જ બે ફૂટ સુધીની પ્રતિમા લાવી ઘર આંગણે જ વિસર્જન કરવા છૂટ આપી હતી.ત્યાં ચાલું વર્ષે પણ ગણેશ મંડલો અને મૂર્તિકરો અવઢવની સ્થિતિમાં હતા,પરંતુ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈ ચાર ફૂટ સુધીની પ્રતિમાનું સ્થાપન કરવા જાહેરાત કરવામાં આવી છે.જેના કારણે હાલ શ્રીજીની માટીની પ્રતિમાં બનાવતા મૂર્તિકારોએ રાહત અનુભવી છે.સામાન્ય રીતે મેં મહિનાથી કોલકત્તાના કારીગરો અને મૂર્તિકારો સુરત આવી શ્રીજીની નાની- મોટી પ્રતિમા બનાવવાની શરૂવાત કરી દેતા હોય છે.

જેના પગલે ગણેશ ભક્તો દ્વારા પણ ઓર્ડર આપવાની શરૂવાત કરી દેતા હોય છે.પરંતુ કોરોના મહામારી અને સરકારના અંતિમ નિર્ણયની વાટ જોઈ બેઠેલા મૂર્તિકારો અને ગણેશ મંડલોની આતુરતાનો આખરે અંત આવ્યો છે.જ્યાં માત્ર ચાર ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવા અંગે મંજૂરી આપવામાં.આવી છે.પરંતુ મૂર્તિકારો હજી પણ ચિંતિત બન્યા છે. કારણ કે આ વર્ષે ઓર્ડર પણ ઓછા પ્રમાણમાં મળી રહ્યા છે.  મૂર્તિકારો છેલ્લી ઘડી સુધી પ્રતિમા વેચાણ અંગે આશ લગાવી બેઠા છે.

ટ્રાન્સપોર્ટ પણ મોંઘુ થતા મૂર્તિના ભાવમાં પણ વધારો 

વેપારી નિરવ ઓઝાએ જણાવ્યું હતું કે દર વર્ષે જેવો ઉત્સાહ હતો જેટલી ડીમાંડ હતી એટલી ડીમાંડ આ વર્ષે જોવા મળતી નથી. સરકારે મોડે મોડે મંજુરી આપી છે. જેથી બે મહિનામાં મૂર્તિઓ બનાવવી મુશ્કેલ છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા ટ્રાન્સપોર્ટ પણ મોંઘુ થયું છે જેથી આ વર્ષે મૂર્તિના ભાવમાં પણ વધારો થયો છે

સુરતમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.  સુરતમાં દર વર્ષે અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે. અને આકર્ષણનું કેન્દ્ર બને છે. પરંતુ આ વર્ષે શ્રીજીની પ્રતીમાં અલગ થીમ પર બનાવવામાં આવી છે.  આ વર્ષે વેક્સીન પર શ્રીજી બીરાજમાન હોય તેવી મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ પ્રતિમા થકી લોકો વેક્સીન પ્રત્યે જાગૃતિ આવે અને લોકો વહેલી તકે વેક્સીન લે તે માટેનો એક પ્રયાસ કરાયો છે. જેથી આ વર્ષે વેક્સીન પર બેઠેલા શ્રીજી અને શ્રીજી ઓનલાઇન ભણતર કરતા હોય તેવી પ્રતિમા આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.