છેતરપિંડી/ સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં સોનાના નામે પિત્તળ પધરાવનાર એક મહિલા ઝડપાઈ,નકલી સોનું પણ કબજે

દિવાળી અને બીજા તહેવારો નજીક આવતાની સાથે શહેરમાં મહિલા ચિટિંગ કરતી ગેંગ સક્રિય થતી હોય છે ત્યારે સુરતમાં પણ નોકરાણી કે પછી કોઈ ને કોઈ બહાને સોસાયટીમાં જોઈ ને ઘરમાં કોઈ ન હોય ત્યારે ધરમાંથી હાથ ફેરો કરી ફરાર થઈ જતી હોય છે મહિલા ગેંગ આવો સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનાવ બનવા પામ્યો છે.

Gujarat Trending

સંજય મહંત, સુરત@મંતવ્ય ન્યૂઝ

સુરત શહેરમાં ફરી એક વખત લોકોને છેતરતી ગેંગો સક્રિય થઈ રહી છે તહેવારો આવતાની સાથે સોસાયટીઓમાં મહિલાઓ કોઈને કોઈ બહાને આવી ચિટિંગ કરતી હોય છે ત્યાં સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં સોનાના નામે પિત્તળ પધરાવનાર એક મહિલા ઝડપાઈ, 3.14 લાખ કબજે, નકલી સોનું પણ તપાસ માટે કબજે લેવાયું છે.

દિવાળી અને બીજા તહેવારો નજીક આવતાની સાથે શહેરમાં મહિલા છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થતી હોય છે ત્યારે સુરતમાં પણ નોકરાણી કે પછી કોઈ ને કોઈ બહાને સોસાયટીમાં જોઈ ને ઘરમાં કોઈ ન હોય ત્યારે ધરમાંથી હાથ ફેરો કરી ફરાર થઈ જતી હોય છે મહિલા ગેંગ આવો સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનાવ બનવા પામ્યો છે. કારણ કે ઉમરા અનેં ખટોદરા વિસ્તારમાં પણ આવી રીતેજ મહિલાઓ નોકરાણી તરીકે રહી ધરમાંથી દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી ત્યાં કાપોદ્રામાં પિતળની બિસ્કિટની ખરા સોનાની બિસ્કીટ કહીને ૪.૨૦ લાખ રૂપિયાની વેચીને છેતરપિંડી કરનારી બે પૈકી એક રેખા કિરણ ઉગરેજિયાની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

થોડા દિવસ અગાઉ કાપોદ્રા વિસ્તારમાં આવેલ જવાહર રોડ પર નિલકંઠ સોસાયટીમાં રહેતી હંસાબેન ધીરુભાઈ માંગુકિયાના ઘરે બે મહિલાઓ આવી હતી.બપોરના સમયે બે મહિલાઓ આવી હતી જે મહિલાઓ તેઓએ કહ્યું કે અમારા ઝુપડાની બાજુમાં ખાડો ખોદતી વખતે માટીના ઘડામાંથી સોનાની બિસ્કિટ નીકળી છે. અને હંસાબેન પણ ભોળવાઈ ગયા કારણ કે આ લોકોને કોઈ વધુ ખ્યાલ નથી અને તેમની પાસે રહેલ સોનાની બિસ્કિટ સસ્તા માં લઇ લઉં પણ આખી વાત કાંઈક અલગજ નીકળી. જેમાં કહેવત પ્રમાણે કે જ્યાં લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા મરતા નથી તે વાત અહીં સાકાર થઈ રહી છે.

આમ હંસાબેન તાત્કાલિક તેમના જમાઈ વિશાલ ગાબાણી પાસેથી રૂપિયા લઈને મહિલાઓને આપીને તેમની પાસેથી સોનાની બિસ્કિટો લીધી હતી.4.20 લાખ રૂપિયા આપ્યા અને ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ ખરીદી લીધા હતા બાદમાં બીજા દિવસે ખ્યાલ આવ્યો કે મહિલાઓ આપેલા બિસ્કિટ ખોટા છે તો તાત્કાલિક પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે ચિટિંગ કરનાર એક મહિલા ની ધરપકડ કરી છે.