Not Set/ ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવાને લઈને વિવાદ, હવે વિપક્ષે આ સ્ટેડિયમનું નામ બદલવા માટે કરી માંગ

કેન્દ્ર સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરવામાં આવ્યું છે, આ મામલે રાજકારણમાં ગરમાવો…

Ahmedabad Gujarat
સ્ટેડિયમ

છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં રમાતી અલગ અલગ ગેમ્સ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ખેલાડીઓને સર્વોચ્ચ ખેલ રત્નનો એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડના નામે અપાય છે. પરંતુ આ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરવામાં આવ્યું છે, ત્યારબાદ હવે આ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ

આ પણ વાંચો :PM મોદીએ અદિતિ અશોકને પાઠવી સારા ભવિષ્યની શુભેચ્છા, કહ્યું – તમે સારું રમ્યા

ખેલ રત્ન એવોર્ડનું નામ બદલ્યા બાદ હવે એક બાજુ જ્યાં ભાજપના નેતાઓ દ્વારા વડાપ્રધાનના નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ દ્વારા હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરીથી બદલીને કોઈ રમતગમતના ખેલાડીના નામ પર જાહેર કરવા માંગ કરી છે.

આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશ બદલવા નીકળેલા લોકો દેશની ચિંતા કરવાના બદલે રોડ, રસ્તા, ગલીઓ, શહેર અને કોંગ્રેસે બનાવેલી યોજનાઓના નામ બદલીને હવે સંતોષ માણી રહ્યા છે.

સી.આર.પાટીલનું ટ્વિટ

આ પણ વાંચો :હાઇકોર્ટ તરફથી રાજ કુંદ્રાને મોટો ઝટકો, પોતાની ધરપકડને પડકારતી અરજી ફગાવી

તેમને વધુમાં કહ્યું કે, રમત ગમતમાં દેશનું નામ રોશન કરનારનું નામ આપવું યોગ્ય જ છે, તો હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ વિશ્વકપ જીતાડનાર કપિલદેવ કે ધોની અથવા સચીન તેંડુલકર રાખી દેવું જોઈએ.

આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી, 2020માં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ કે જે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે, તેનું નામકરણ પીએમ મોદીના નામે કરાયું હતું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ હોવાની નામના ધરાવે છે.

આ પણ વાંચો :આજથી તેજસ એક્સપ્રેસ ફરી પાટા પર, જાણો અઠવાડિયામાં કેટલા દિવસ દોડશે ટ્રેન

આ પણ વાંચો :અમિતભ બચ્ચનના બંગલા સહીત 3 રેલ્વે સ્ટેશન ખતરામાં, મળી બોમ્બ મુકવાની ધમકી