Ro-Ro ferry/ રો-રો ફેરી બોટમાંથી યુવકની કૂદીને આત્મહત્યા કે ચક્કર આવતા પડી ગયો?

ઘોઘા અને હજીરા વચ્ચે આવેલા દરિયામાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. ઘોઘા અને હજીરા વચ્ચે ચાલતી રો-રો ફેરીના જહાજમાંથી એક યુવક દરિયામાં કૂદી ગયો હતો.

Gujarat Others Breaking News

Hajira: ઘોઘા અને હજીરા વચ્ચે આવેલા દરિયામાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. ઘોઘા અને હજીરા વચ્ચે ચાલતી રો-રો ફેરી (Ro Ro Ferry)ના જહાજમાંથી એક યુવક દરિયામાં કૂદી ગયો હતો. યુવક દરિયામાં કૂદી ગયો હોવાની જાણ થતાં ક્રૂ મેમ્બર દોડી આવ્યા હતા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હજીરા પહોંચેલા જહાજમાંથી યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ તો આ યુવકે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે તપાસ કરી રહી છે

આ યુવક રો-રો ફેરીના જહાજમાંથી કૂદી ગયો કે પડી ગયો તેને લઈને રહસ્ય સર્જાયું છે. હજીરા ખાતે રો-રો ફેરી પહોંચ્યા બાદ આ યુવક કૂદી ગયો હોવાની જાણવા જોગ નોંધવામાં આવી હતી. ત્યારબાદ આ યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે હવે આ યુવક ચક્કર આવ્યા બાદ જહાજમાંથી નીચે પડી ગયો હોવાની વાતો ચાલી રહી છે. જોકે આ મામલે હજીરા પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની પૂછપરછ બાદ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે સામે આવશે.મળતી માહિતી પ્રમાણે, ઘોઘાથી હજીરા આવવા માટે સવારે 8:00 વાગ્યે જહાજ ઉપડ્યું હતું. હજીરા પહોંચતા પહેલા દરિયામાં 11 નોટિકલ માઈલ દૂર એક 25 વર્ષીય યુવક રો-રો ફેરીના જહાજમાંથી દરિયામાં કૂદી ગયો હતો. યુવક જહાજમાંથી કૂદી ગયો હોવાની જાણ થતાં રો-રો ફેરીનો મેમ્બર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. સેવિંગ લાઇફ ઇન્સ્ટ્રુમેન્ટ વડે દરિયામાં ફેંકીને આ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો.

યુવક કૂદી ગયા બાદ દરિયામાં ડૂબી રહ્યો હતો. ત્યારે રે-રો ફેરી પર હાજર તમામ લોકોમાં પણ યુવક બચશે કે નહીં તેની ચિંતા જોવા મળી રહી હતી. દરમિયાન રો-રો ફેરીના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફ દ્વારા યુવકને સમજાવીને લાઈફ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પકડીને તેને ખેંચી પરત રો-રો ફેરીના જહાજ પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સમજાવી એક અલગ રૂમમાં લઈ ગયા હતા. રો-રો ફેરીનું જહાજ હજીરા પહોંચતા તેને પહેલા મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગિરનાર-અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ગરમાયો,મહેશગીરીએ કહ્યું હરીગીરીને હટાવો નહીંતર ભવનાથ મંદિર પર કબજો કરવાની માંગ

આ પણ વાંચો: અંબાજી-ભીડભંજન મંદિરના વિવાદમાં દત્તાત્રેયનો કબ્જો તંત્રએ કેમ લીધોઃ મહેશગીરી

આ પણ વાંચો: ગિરનારની ગાદીનો વિવાદ : ભાજપ સહિતનાં અનેકને કરોડો રૂપિયા વેર્યાનાં સ્ફોટક લેટર બોંબની તપાસ શરૂ