અમદાવાદ: ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા 28 IPS અધિકારીઓની બદલી કરવાને બદલે યથાસ્થાને જ બઢતી આપતા હુકમ કરવામાં આવ્યા છે. આ આ હુકમ દ્વારા રાજ્યના IPS અધિકારીને અંગ્રેજી નવા વર્ષની ભેટ આપી છે. જેમાં છ અધિકારીને ડીજી અને આઈજી ગ્રેડના પ્રમોશન અપાયા છે, 14 એસપીને સિલેકશન ગ્રેસ અપાયો છે જયારે આઠ IPS અધિકારીને એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે.
છ અધિકારીને ડીજી અને આઈજીના ગ્રેડ
ડીઆઈજી ડો. વિપુલ અગ્રવાલ, રાજકોટ પૂર્વ રેન્જના વડા ડી.એન.પટેલ, ગાંધીનગર રેન્જના વડા મયંકસિંહ ચાવડા, કમાન્ડો ટ્રેનિંગના જી.એલ.સિંઘલ અને અમદાવાદના એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક જે. આર.મોથલીયાને આઇજી ગ્રેડમાં બઢતી આપી તેમની મૂળ જગ્યાએ (યથાસ્થાને) ચાલુ રાખવામાં આવ્યા છે. જયારે સુરતના પોલીસ સીપી સતિષ શર્માને તેમની મૂળ જગ્યાએ ડીજી તરીકેની બઢતી આપવામાં આવી છે.
14 એસપીને અપાયા સિલેક્શન ગ્રેડ
રાજ્યના 14 એસપી કક્ષાના અધિકારીઓને સિલેકશન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. જેમાં નિલેશ જાજડીયા, બિપીન આહિર, શરદ સિંઘલ, ચિરાગ કોટડીયા, આર.જે.પારગી, પી.એલ.માલ, એમ.એસ.ભાભોર, રમેશ.એફ. સંગાડા, બી.આર.પાંડોર, એન. એન. ચૌધરી, એ. જી. ચૌહાણ, એમ. કે. નાયક, રાજેન્દ્ર વી.અસારી અને કે. એન. ડામોરનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને એસપી કક્ષાએ સિલેક્શન ગ્રેડ આપવામાં આવ્યો છે.
8 અધિકારીને એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં મુકાયા
સરકાર દ્વારા આઠ અધિકારીઓને એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. જેમાં જયપાલસિંહ રાઠોડ, લીના પાટીલ, શ્વેતા શ્રીમાળી, નિર્લિપ્ત રાય, દિપક મેઘાણી, અંતરીપ સુદ, મહેન્દ્ર બગરિયા અને સુનીલ જોષીનો સમાવેશ થાય છે. આ 8 એસપી કક્ષાના અધિકારીને સરકાર દ્વારા એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે.
