નવી દિલ્હી,
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ટીકા ટિપ્પણીનો દોર ચાલી રહ્યો છે. કાંગારું કેપ્ટન ટીમ પેન દ્વારા ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કરવામાં આવી છે, ત્યારબાદ હવે તેઓની પત્ની દ્વારા પંત પર ટિપ્પણી કરાઈ છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને પંતને કહ્યું હતું કે, તેઓ પોતાના બાળકોને રમાડી શકે છે. જો કે ટીમ પેનની આ વાતને પોતાની પત્નીએ સાચી કરી બતાવી છે અને તેનો એક પુરાવો પણ આપ્યો છે.
Tim Paine to @RishabPant777 at Boxing Day Test: "You babysit? I'll take the wife to the movies one night, you'll look after the kids?"
*Challenge accepted!* 👶
(📸 Mrs Bonnie Paine) pic.twitter.com/QkMg4DCyDT
— ICC (@ICC) January 1, 2019
હકીકતમાં ટીમ પેનની પત્ની બોની પેને પોતાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં ઋષભ પંત તેઓના બાળકો સાથે જોવા મળી રહ્યો છે.
આ પોસ્ટની સાથે બોની પેને એક હસતી ઈમોજી સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “બેસ્ટ બેબીસીટર”.
શું હતો આ મામલો ?
https://twitter.com/div_310/status/1078902756507758594
આ સ્લેજિંગની શરૂઆત પંતે નહી પણ કાંગારું કેપ્ટને જ કરી હતી. મેચના ત્રીજા દિવસે પેને પંતને ઘણું બધું કહ્યું હતું. આ પહેલા ટીમ પેને ઋષભ પંતને ઉકસાવતા કહ્યું હતું કે, “ધોનીની વન-ડે ટીમમાં વાપસી થઇ ગઈ છે અને ત્યારબાદ તમે ખાલી થઇ જશો, શું તમે (પંત) મારા બાળકોનો સંભાળ કરશો”. ત્યારબાદ પંતે પણ આજ અંદાજમાં તેનો જવાબ આપ્યો હતો.
https://twitter.com/DarshanChelani/status/1078870052575817729
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ દરમિયાન જયારે મિશેલ માર્શના આઉટ થયા બાદ ટીમ પેન ક્રીઝ પર આવ્યો હતો. ત્યારબાદ પંતે યજમાન ટીમના કેપ્ટને ક્રીઝ પર આવવાની સાથે જ તેઓનું સ્લેજિંગ સાથે જ સ્વાગત કર્યું હતું.
![]()
પંતે સ્લેજિંગ શરુ કરતા પેનને ટેમ્પરરી (અસ્થાયી) કેપ્ટન બતાવ્યો હતો અને પછી પણ તે બોલતો રહ્યો હતો. પરંતુ આ ટિપ્પણી બાદ ફિલ્ડ અમ્પયારે પંતને બોલાવ્યો હતો અને તેને સમજાવ્યો હતો.
જોવામાં આવે તો, આ સ્લેજિંગની શરૂઆત પંતે નહી પણ કાંગારું કેપ્ટને જ કરી હતી. મેચના ત્રીજા દિવસે પેને પંતને ઘણું બધું કહ્યું હતું. આ પહેલા ટીમ પેને ઋષભ પંતને ઉકસાવતા કહ્યું હતું કે, “ધોનીની ટીમમાં વાપસી થઇ ગઈ છે અને ત્યારબાદ તમે ખાલી થઇ જશો, શું તમે (પંત) મારા બાળકોનો સંભાળ કરશો”.
