Not Set/ #INDvWI : હૈદરાબાદ ટેસ્ટમાં વિરાટ બ્રિગેડે ૧૦ વિકેટે હાંસલ કરી શાનદાર જીત

હૈદરાબાદ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ૧૦ વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે વિરાટ બ્રિગેડે ૨ ટેસ્ટ સિરીઝ પર ૨-૦થી કબ્જો કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા મિડલ ઓર્ડર બેટ્સમેન ચેજની શાનદાર સદી સાથે વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૩૧૧ રન બનાવ્યા છે. જો કે ત્યારબાદ […]

Top Stories Trending Sports

હૈદરાબાદ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ૧૦ વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે વિરાટ બ્રિગેડે ૨ ટેસ્ટ સિરીઝ પર ૨-૦થી કબ્જો કર્યો છે.

પ્રથમ બેટિંગ કરતા મિડલ ઓર્ડર બેટ્સમેન ચેજની શાનદાર સદી સાથે વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૩૧૧ રન બનાવ્યા છે. જો કે ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં કેરેબિયન ટીમ માત્ર ૧૨૭ રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ હતી અને ભારતને મેચ જીતવા માટે ૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝ દ્વારા આપવામાં આવેલા ૭૨ રનના લક્ષ્યને ભારતે વિના કોઈ નુકશાને વટાવ્યો હતો અને ૧૦ વિકેટે એક તરફી જીત હાંસલ કરી હતી. ઓપનર બેટ્સમેન પૃથ્વી શો અને કે એલ રાહુલે અનુક્રમે ૩૩ – ૩૩ રન બનાવ્યા હતા.

જયારે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંત અને રહાનેની ફિફ્ટી સાથે ૩૬૭ રનનો સ્કોર ખડકયો છે અને કેરેબિયન ટીમ પર ૫૬ રનની લીડ ચઢાવી છે.

બીજી ઇનિંગ્સમાં કેરેબિયન ટીમ બેકફૂટ પર

ભારત દ્વારા ૫૬ રનની લીડ આપ્યા બાદ બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમનો ધબડકો થયો હતો માત્ર ૧૨૭ રનમાં જ ઓલ આઉટ થઇ હતી. ઓપનર બેટ્સમેન પોવેલ અને  ક્રેગ બ્રેઈથવેટ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ત્યારબાદ શાઈ હોપ ૨૮ રન, હેટમેયર ૧૭ રન અને પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારનાર ચેજ ૬ રન બનાવી આઉટ થયા હતા.

હાલમાં સુનિલ એમ્બ્રીસે સૌથી વધુ ૩૮ રન બનાવ્યા હતા. જયારે ભારતીય ટીમ તરફથી ઝડપી બોલર ઉમેશ યાદવે ૪ વિકેટ તેમજ સ્પિન બોલર આર. અશ્વિને ૨, જાડેજાએ ૩ અને કુલદીપ યાદવે ૧ વિકેટ ઝડપી હતી.

ભારત પ્રથમ ઇનિંગ્સમાં ૩૬૭ રનમાં થયું ઓલ આઉટ

ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૬૭ રન બનાવ્યા હતા અને ૫૬ રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ઓપનર બેટ્સમેન  કે એલ રાહુલ ૪ રન, પૃથ્વી શો ૭૦ રન, પુજારા ૧૦ રન અને કેપ્ટન વિરાટ કોહલી ૪૬ રન બનાવી આઉટ થયા હતા. જયારે ત્રીજા દિવસની શરૂઆતમાં અજીન્ક્ય રહાને ૮૦ રન બનાવી આઉટ થયો હતો.

બીજી બાજુ વૃષભ પંત સતત બીજી મેચમાં નર્વસ નાઈન્ટીનો ભોગ બનતા ૯૨ રન ફટકાર્યા હતા, જયારે આર. અશ્વિને ૩૫ રન બનાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ તરફથી કેપ્ટન જેશન હોલ્ડરે ૫ વિકેટ ઝડપી હતી. જયારે ગેબ્રિયલે ૩ વિકેટ અને વોરિકેને ૨ વિકેટ ઝડપી છે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૩૧૧ રનમાં થઇ ઓલ આઉટ

આ પહેલા કેરેબિયન ટીમને પહેલો ઝટકો ઓપનર બેટ્સમેન પોવેલના સ્વરૂપમાં લાગ્યો હતો. પોવેલ ૨૨ રન બનાવી આર. અશ્વિનનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે ક્રેગ બ્રેઈથવેટ ૧૪ રન, શાઈ હોપ ૩૬ રન, સુનિલ એમ્બ્રીસ ૧૮ રન, શેન ડોવિચ ૩૦ રન અને હેટમેયર ૧૨ રન, કેપ્ટન જેશન હોલ્ડર ૫૨ રન બનાવી આઉટ થયા હતા.

જયારે ભારત તરફથી ઝડપી બોલર ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરતા સૌથી વધુ ૬ વિકેટ ઝડપી હતી. જયારે કુલદીપ યાદવે ૩ વિકેટ તેમજ આર અશ્વિન ૧ વિકેટ ઝડપી હતી.

શાર્દુલ ઠાકુરે કર્યું ડેબ્યુ

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું છે. પરંતુ ઠાકુરને પોતાની પ્રથમ મેચમાં જ માત્ર ૧.૫ ઓવરનો સ્પેલ કર્યા બાદ ઈજાગ્રસ્ત થવાના કારણે મેદાનમાંથી બહાર થવું પડ્યું છે.

https://twitter.com/BCCI/status/1050592854865719297

આ સાથે જ શાર્દુલ ઠાકુર ભારત માટે ટેસ્ટ મેચ રમનાર ૨૯૪મો ક્રિકેટર બન્યો છે. ઠાકુરને ઝડપી બોલર મોહમ્મદ શામીના સ્થાને શામેલ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ કેરેબિયન ટીમમાં ઈજાના કારણે બહાર થયેલા કેપ્ટન જેશન હોલ્ડરનું ટીમમાં પુનરાગમન થયું છે, જયારે કિમો પોલને બહાર થવું પડ્યું છે. આ ઉપરાંત શેરમન લુઇસના સ્થાને જોમેલ વારીકેનને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.