Hamas Israel War/ ગાઝાની અલ નાસેર હોસ્પિટલમાં ઈઝરાયેલી સૈનિકોની કાર્યવાહી

ઈઝરાયેલી સેના ગાઝાના રફાહ સ્થિત અલ નાસેર હોસ્પિટલમાં સૈન્ય કાર્યવાહી કરી છે. આઈડીએફ દાવો કરી રહ્યું છે કે સર્ચ ઓપરેશન વખતે હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં હથિયાર અને…………

Top Stories World

New Delhi News: ઈઝરાયેલી સેના ગાઝાના રફાહ સ્થિત અલ નાસેર હોસ્પિટલમાં સૈન્ય કાર્યવાહી કરી છે. આઈડીએફ દાવો કરી રહ્યું છે કે સર્ચ ઓપરેશન વખતે હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા છે. ટેન્ક હુમલામાં હમાસના 20 થી વધુ આતંકીઓને મારી નંખાયા છે. ત્યાં જ ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે થલ સેના સાથે મળી 15થી વધુ આતંકીઓનો હવાઈ હુમલાથી ખાત્મો કર્યો હતો. દરમિયાન ઓક્સિજનના અભાવે 4 દર્દીઓના મોત થયા છે. ઈઝરાયેલી સેનાનો દાવો છે કે હમાસે બંધકોને હોસ્પિટલમાં સંતાડી રાખ્યા છે.

બીજ બાજુ ગાઝામાં હમાસ વિરૂદ્ધ લડી રહી ઈઝરાયેલ સરકારનો વિરોધ વધતો જઈ રહ્યો છે.  એક બાજુ યુધ્ધ સમાપ્ત કરવા ઈઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ છે. યુધ્ધનો વધતો જતો ખર્ચ અને ઈઝરાયેલી સૈનિકોના મોતને લઈ લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. લોકો તેલ અવીવના રસ્તાઓ પર ઊતરી આવી વિરોધ કરી રહ્યાં છે. ઉપરાંત, નેતાનયાહૂ સરકારને રાજીનામુ આપવાની માગ કરી છે.

ગાઝામાં ઈઝરાયેલી સૈન્ય કાર્યવાહીની નારાજ એક પેલેસ્ટાઈન હુમલાખોરે ઈઝરાયેલ અશદોદ શહેરમાં ગોળીઓની વર્ષા કરી હતી. જેમાં બે લોકોના મોત થયા છે. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના કેવી રીતે બની છે પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસ કમાન્ડર વી આઈ બિટ્ટને કહ્યું કે, શુક્રવાર બપોરે 12:30એ એક આતંકવાદી કાર લઈને આવ્યો. તેને બસ સ્ટેશન પર હાજર લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

ઈઝરાયેલી સેનાનો ગાઝા પટ્ટી પર ભીષણ હુમલો

ચારેબાજુથી ઈઝરાયેલી સેનાનો ગાઝા પટ્ટી પર ભીષણ હુમલો થઈ રહ્યો છે. સેનાએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં કહ્યું છે કે આતંકવાદી યાહ્યા સિનવારને પત્ની તેમજ બાળકો સાથે જોવા મળી શકે છે. આ વીડિયોમાં સિનવારનો ચહેરો નથી દેખાતો પરંતુ તેના શરીરના આધારે તેની ઓળખાણ કરી શકાય છે. તેની શોધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તેને જીવતો કે મૃત પકડી ના શકાય. સિનવારને ખૂંખાર લોકોમાં ગણવામાં આવે છે.

સિનવારને કોઈ હમાસનો લાદેન ગણે છે, તો કો યુનૂસનો જલ્લાદ. ઈઝરાયેલ તેને આતંકનો હિટલર કહે છે. ઈઝરાયેલમાં થયેલા હુમલાનો અસલી જવાબદાર તે જ છે. 1400 ઈઝરાયેલીઓની મોત અને 230 કેદ લોકોનો માસ્ટરમાઈન્ડ છે. તે બાળકોને આતંક નામના ઝેરથી તેમની માસૂમમિયતનો શિકાર કરે છે. તેના મતે હમાસની સૌથી મોટી તાકાત હથિયારો નહીં પરંતુ તેનું ટનલ નેટવર્ક છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચોઃ