National News/ કોકરોચ જનતા પાર્ટીએ BCI અધ્યક્ષ મનન કુમાર મિશ્રાનું રાજીનામું માંગ્યું

કોકરોચ જનતા પાર્ટીએ BCI અધ્યક્ષ મનન કુમાર મિશ્રા(Manan Mishra) સામે રાજીનામાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદાસ્પદ આદેશ પર ઠપકો આપવામાં આવ્યા બાદ આ વિવાદ વધ્યો છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Manan Mishra

CJP Demands Manan Mishra Resignation: બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એટલે કે BCIના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા(Manan Mishra) સામે કોકરોચ જનતા પાર્ટીએ હવે રાજીનામાની માંગ ઉઠાવી છે. પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે મિશ્રાને નૈતિક જવાબદારી સ્વીકારીને પદ પરથી હટી જવાની અપીલ કરી છે. જોકે, આ માંગ અંગે મનન કુમાર મિશ્રા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ વિવાદ

આ સમગ્ર મામલો NALSAR લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા એક વિવાદ બાદ ચર્ચામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે BCIની(Manan Mishra) કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટની ટિપ્પણી દરમિયાન વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો અધિકાર હોવાની વાત પણ સામે આવી હતી. કોર્ટનું કહેવું હતું કે વિદ્યાર્થીઓ અને મુખ્ય ન્યાયાધીશ વચ્ચેની બાબતમાં અન્ય સંસ્થાઓએ દખલ કરવાની જરૂર શા માટે પડી, તે સમજવું જરૂરી છે.

Manan Mishr

BCIએ શું નિર્ણય લીધો હતો?

ગુરુવારે BCI (Manan Mishra)તરફથી એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં NALSAR લો યુનિવર્સિટીના વર્ષ 2026ના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓની વકીલ તરીકેની નોંધણી આગામી આદેશ સુધી રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિરોધ શરૂ થયો હતો. ત્યારબાદ BCIએ થોડા જ સમયમાં પોતાનો અગાઉનો નિર્ણય પાછો ખેંચી લીધો અને રાજ્ય બાર કાઉન્સિલોને વર્ષ 2026ના યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સની વકીલ તરીકે નોંધણી કરવાની મંજૂરી આપી.

તપાસ બાદ અંતિમ નિર્ણય લેવાશે

BCI તરફથી જણાવાયું હતું કે સમગ્ર મામલે મળેલી ફરિયાદો અને સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે અંતિમ નિર્ણય 19 ઓગસ્ટે ઉપલબ્ધ સામગ્રીની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. BCIના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ અગાઉ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતની ભાગીદારી સામે ચાલેલા અભિયાન સાથે જોડાયેલી ફરિયાદોની તપાસ થઈ રહી છે.

કોકરોચ જનતા પાર્ટીની ‘સીઝન-2’ની જાહેરાત

આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે તેમના અભિયાનની સીઝન-2 શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે લોકો લાંબા સમયથી સીઝન-2 ક્યારે શરૂ થશે તે અંગે સવાલ કરી રહ્યા હતા અને હવે આ અભિયાન ફરીથી જંતર-મંતરથી શરૂ થવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ, પાર્ટીએ અગાઉ NEET પેપર લીકના મુદ્દે જંતર-મંતર પર લાંબો વિરોધ કર્યો હતો. બાદમાં સરકાર સાથેની વાતચીત પછી આ વિરોધ(Manan Mishra) સમાપ્ત કરવામાં આવ્યો હતો. પાર્ટીની અગાઉની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ સામેલ હતી. હવે BCI અધ્યક્ષ મનન કુમાર મિશ્રાના રાજીનામાની નવી માંગ સાથે આ સમગ્ર મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.


આ પણ વાંચો :CJPના પ્રવક્તા સૌરભ દાસના યુટ્યુબર્સ પર ગંભીર આરોપ; કહ્યું- ‘મારા ઘરની પ્રાઇવેસીનું ઉલ્લંઘન થયું

આ પણ વાંચો :ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પહેલાં કેન્દ્ર અને CJP વચ્ચે શું થઈ હતી વાતચીત? રિપોર્ટમાં મોટો ખુલાસો

આ પણ વાંચો :ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન 14મા દિવસે, CJPનું સમર્થન; આજે વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત