નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ દિગ્ગજ અને કરાચી કિંગ્સના વર્તમાન કેપ્ટન ડેવિડ વોર્નર ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. સિડનીના મારુબ્રા પોલીસે દારૂ પીને વાહન ચલાવવા બદલ તેમની ધરપકડ કરી છે. એવું કહેવાય છે કે તેમને રેન્ડમ બ્રેથ ટેસ્ટ દરમિયાન રોકવામાં આવ્યા હતા. વોર્નરે ટેસ્ટિંગ સાઇટ પર પહોંચતા પહેલા પોતાની કાર પાર્ક કરી હતી, પરંતુ અધિકારીઓએ તેમની તપાસ કરી અને તેમને નશામાં ધૂત મળી આવ્યા.
ડેવિડ વોર્નરની ધરપકડ
પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા બાદ, વોર્નરના બ્લડ આલ્કોહોલનું સ્તર 0.104 હોવાનું જાણવા મળ્યું, જે માન્ય મર્યાદાથી ઘણું વધારે છે. હવે તે આ કેસના સંદર્ભમાં આવતા મહિને કોર્ટમાં હાજર થશે. વોર્નરે પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 ની મેચો વચ્ચેના ડાઉનટાઇમનો લાભ લઈને ઓસ્ટ્રેલિયામાં પોતાના પરિવારને મળવા ગયો હતો. તે હાલમાં કરાચી કિંગ્સનો કેપ્ટન છે અને ટીમની આગામી મેચ પહેલા પાકિસ્તાન પરત ફરવાની અપેક્ષા હતી.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ વચ્ચે આ ખેલાડી રમી છેલ્લી મેચ, હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની જર્સીમાં નહીં જોવા મળે!
આ પણ વાંચો: તો શું હવે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી નહી રમે David Warner?
આ પણ વાંચો: ડેવિડ વોર્નર ભારત પ્રવાસમાંથી બહાર, ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી
