Gujarat News : રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ(Thunderstorm) વરસવાની આગાહી કરવામાં આવી છે.
અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભરૂચ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ અને આણંદ જિલ્લામાં પણ વરસાદ(Thunderstorm)ની આગાહી
મહેસાણા, મોરબી અને કચ્છ જિલ્લામાં વરસાદ(Thunderstorm)નું એલર્ટ છે. બોટાદ, અમદાવાદ અને આણંદ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર અને સાબરકાંઠા જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી છે. નર્મદા, સુરત અને બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમગ્ર વિસ્તારોમાં સાંજે પાંચ વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે.
